બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના આદેશ અનુસાર સમગ્ર ગુજરાતમાં આજે ગુજરાતની દરેક બાર એસોસિએશનની ચૂંટણી યોજાશે. ત્યારે જામનગર બાર એસો.માં પણ કુલ છ પદ માટે આજે ચૂંટણી યોજાશે. જેનું મતદાન સવારે 9:30 કલાકથી શરુ કરાયું હતું.
જામનગરમાં કુલ 1114 મતદારો છે. આ ચૂંટણીમાં પ્રમુખ તરીકે ભરતભાઇ સુવાને બિનહરીફ જાહેર કરવામાં આવશે. ત્યારે ઉપપ્રમુખપદ માટે ભરતસિંહ એચ. જાડેજા અને જયેન્દ્રસિંહ ઝાલા વચ્ચે ચૂંટણી યોજાશે. જ્યારે મંત્રી તરીકે મનોજભાઇ એસ. ઝવેરીને પણ બિનહરીફ જાહેર કરાશે. સહમંત્રીમાં દિપકભાઇ ગચ્છર અને પરેશભાઇ ગણાત્રા વચ્ચે જંગ જામશે. લાઇબ્રેરી સેક્રેટરી તરીકે જયદેવસિંહ આર. જાડેજા અને વિમલભાઇ એન. કોટેચા વચ્ચે હરિફાઇ છે. જ્યારે ચાલુ વર્ષે મહિલા અનામતની નવી પોસ્ટ માટે ચંદ્રીકાબેન પી. ધંધુકીયા, જાગૃતિબેન એમ. જોગડીયા અને રાધાબેન બી. રાવલીયા વચ્ચે ઉમેદવારી નોંધાવાઇ હતી.
જ્યારે સિનિયર કારોબારી તરીકે દિપક ડી. બાલારા, બ્રિજેશ એ. ત્રિવેદી, મુર્ગન એ. ઠાકર, રઘુવીરસિંહ કે. કંચવા અને રવિ એસ. સોલંકી વચ્ચે ઉમેદવારી નોંધાવાઇ છે. જેમાંથી કોઇ ચારને ચૂંટવામાં આવશે. જ્યારે જુનિયાર કારોબારીમાં ભાવેશ બી. સોનગ્રા, હર્ષ પી. પારેખ, ખોડીયાભાઇ એસ. વાઘેલા અને કલ્પેન બી. રાજાણી પૈકી કોઇ ત્રણને ચૂંટવામાં આવશે.
આમ, આજની આ ચૂંટણીમાં મતદાન સવારે 9:30થી શરુ કરાયું છે. જે 4:30એ પૂર્ણ થશે અને સાંજે 5 વાગ્યા બાદ મત ગણતરી શરુ થશે. આમ કુલ 6 હોદ્દા માટે હોદ્દેદારોની ચૂંટણી યોજાઇ છે. તેમ જામનગર બાર એસો.ના ચૂંટણી કમિશનર કિશોરભાઇ ચોહાણ, સહ કમિશનર મિહીરભાઇ નંદા, બી.ડી. ગોસાઇની સંયુક્ત યાદીમાં જણાવાયું છે.


