Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગર-બાંદ્રા ટર્મિનલ-જામનગર હમસફર ટ્રેન શરૂ થશે

જામનગર-બાંદ્રા ટર્મિનલ-જામનગર હમસફર ટ્રેન શરૂ થશે

તા. 24 જુલાઇથી પ્રારંભ થશે

કોરોનાના કેસો વધવાની સાથે રેલવે દ્વારા ટ્રેનો બંધ કરવામાં આવી હતી. ત્યારે હવે કોરોના સંક્રમણ ઘટતાં ફરીથી ટ્રેનો શરુ થઇ રહી છે. પશ્ચિમ રેલવે દ્વારા જામનગર-બાંદ્રા ટર્મિનલ હમસફર સુપર ફાસ્ટ ટ્રેન તા. 24 જુલાઇથી ફરી શરુ નિર્ણય કરાયો છે.

ટ્રેન નં. 09123 બાંદ્રા ટર્મીનલ જામનગર હમસફર દર સોમવાર, ગુરુવાર તથા શનિવારે મુંબઇથી રાત્રે 11:55 વાગ્યે ઉપડશે અને બપોરે 2:25 વાગ્યે જામનગર પહોંચશે. જ્યારે ટ્રેન નં. 09124 જામનગર-બાંદ્રા ટર્મીનલ ટ્રેન દર મંગળવાર, શુક્રવાર તથા રવિવારે જામનગરથી રાત્રે 8 વાગ્યે ઉપડશે અને સવારે 9:30 વાગ્યે બાંદ્રા ટર્મીનલ પહોંચશે. આ ટ્રેન સંપૂર્ણપણે રિઝર્વેશન ટ્રેન રહેશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular