Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરજામનગર આહિર સમાજ દ્વારા સાંસદ પૂનમબેન માડમનો સત્કાર સમારોહ યોજાશે

જામનગર આહિર સમાજ દ્વારા સાંસદ પૂનમબેન માડમનો સત્કાર સમારોહ યોજાશે

સમારોહના અધ્યક્ષ તરીકે કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા અને ધારાસભ્ય હેમત ખવા અતિથિ વિશેષ તરીકે

- Advertisement -

સાંસદ તરીકે ત્રીજી વખત ચૂંટાયેલા જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમનું જામનગર આહિર સમાજ દ્વારા સન્માન કરવામાં આવશે. શનિવારે આહીર ક્ધયા છાત્રાલય ખાતે યોજાનાર આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે રાજ્યના કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરા અને અતિથિ વિશેષ તરીકે જામજોધપુરના ધારાસભ્ય હેમતભાઈ ખવા ઉપસ્થિત રહેશે.

- Advertisement -

જામનગર અને દેવભૂમિ દ્વારકા ના સંયુક્ત લોકસભા બેઠકના સાંસદ પૂનમબેન માડમ ત્રીજી વખત તોતિંગ બહુમતીથી વિજયી બન્યા છે. બંને જિલ્લાઓનું 10 વર્ષથી લોકસભામાં પ્રતિનિધિત્વ કરી બન્ને જિલ્લાને વિકાસની હરણફાળમાં મુકનાર એમપી પૂનમબેન માડમ ત્રીજી વખત લોકસભાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે, ત્યારે ત્રીજી વખત વિજય બની આહીર સમાજને ગૌરવ અપાવવા બદલ જામનગર આહીર સમાજ દ્વારા સાંસદ પૂનમબેન માડમનો તા. 3ને શનીવારના રોજ સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

શહેરના કનસુમરા ગામના પાટિયા પાસે સ્વામિનારાયણનગરમાં આવેલ આહીર કન્યા છાત્રાલય ખાતે સાંજે 5 વાગ્યે આ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે રાજ્યના કેબિનેટમંત્રી મનુભાઈ બેરા અને અતિથિ વિશેષ તરીકે જામજોધપુરના ધારાસભ્ય હેમતભાઈ ખવા ઉપસ્થિત રહેશે. તેમ આહીર સમાજ પ્રમુખ દેવશીભાઈ પોસ્તરીયા અને મંત્રી રણમલભાઈ કાંબરીયાની યાદીમાં જણાવાયું છે.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular