Thursday, December 12, 2024
Homeરાજ્યખંભાળિયામાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

ખંભાળિયામાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

- Advertisement -

વહીવટમાં પારદર્શિતા અને પ્રજાલક્ષી રજૂઆતોનો તાકીદે ઉકેલ અને વિવિધ સેવાઓ લોકોના રહેણાંકના નજીકના સ્થળે આ દિવસે પ્રાપ્ય થાય તે હેતુથી સરકાર દ્વારા ગ્રામ્ય અને શહેરી વિસ્તાર માટે તાલુકા અને નગરપાલિકા કક્ષાએ આઠમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

- Advertisement -

આ અંતર્ગત ખંભાળિયા નગરપાલિકા દ્વારા યોગ કેન્દ્ર ખાતે સવારે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખંભાળિયા નગરપાલિકાના ઉપપ્રમુખ જગુભાઈ રાયચુરા દ્વારા દિપ પ્રાગટ્ય કરી, આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ સેવાસેતુ કાર્યક્રમમાં સરકારના વિવિધ 13 જેટલા વિભાગોના કર્મચારીઓ હાજર રહ્યા હતા. જેમાં જુદા-જુદા વિભાગોને લગત નગરપાલિકાના વોર્ડ નંબર 1 થી 7 ના નાગરિકોને મળેલી કુલ 216 અરજીઓ મળેલી હતી. જે તમામ અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો.

- Advertisement -

આ ઉપરાંત નગરપાલિકાના યુ.એન.ડી.પી. તથા સેવા સંસ્થા ફિનિશ સોસાયટીના માધ્યમથી નગરપાલિકાના સફાઇ કામદારોને આગેવાનોના હસ્તે સુરક્ષાના સાધનો તેમજ ગણવેશનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન પરમાર, ઉપપ્રમુખ જગુભાઈ રાયચુરા, કારોબારી ચેરમેન હિનાબેન આચાર્ય, શાસક પક્ષના નેતા દિલીપભાઈ ઘઘડા, શહેર ભાજપ મહામંત્રી ઈન્દ્રજીતસિંહ પરમાર, પિયુષ કણઝારિયા ઉપરાંત સદસ્યો તથા કાર્યકરો સાથે જોડાયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular