Friday, December 27, 2024
Homeરાજ્યહાલારમની લેન્ડર ગુનામાં નાસતા ફરતા પાંચ આરોપીઓને ઝડપી લેતી જામજોધપુર પોલીસ

મની લેન્ડર ગુનામાં નાસતા ફરતા પાંચ આરોપીઓને ઝડપી લેતી જામજોધપુર પોલીસ

અદાલતે 70 મુજબનું વોરંટ ઇસ્યૂ કર્યું : સ્થાનિક પોલીસે જામવાડીની સીમમાંથી દબોચ્યા

- Advertisement -

જામજોધપુર પોલીસ સ્ટેશનના મની લેન્ડરીંગ અંગેના કેસમાં નાસતા ફરતા પાંચ આરોપીઓને જામજોધપુર પોલીસે જામવાડી ગામની સીમમાં ઝડપી લીધા છે. તેઓ સામે અદાલતે 70 મુજબનું વોરંટ ઈસ્યૂ કર્યુ હતું.

- Advertisement -

જામજોધપુર પોલીસ સ્ટેશનમાં તાજેતરમાં મની લેન્ડરીંગ કેસ તેમજ રાયોટીંગ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે કેસ પાંચ આરોપીઓ નાસતા ફરતા રહ્યા હોોાથી જામજોધપુરની અદાલત દ્વારા તેઓ સામે 70 મુજબનું વોરંટ ઇસ્યૂ કરવામાં આવ્યું હતું.

દરમિયાન જામજોધપુર પોલીસ સ્ટેશનના પીઆઈ પી.એચ.પનારા તેમજ સ્ટાફના ઋષિરાજસિંહ વાળા અને દિલીપસિંહ જાડેજા વગેરેને ચોકકસ બાતમી મળી હતી કે ઉપરોકત પાંચેય ફરારી આરોપીઓ જામજોધપુર તાલુકાના જામવાડી ગામની સીમમાં સંતાયા છે. જે હકીકતના આધારે જામજોધપુર પોલીસે જામવાડી ગામના સીમ વિસ્તારને કોર્ડન કરીને દરોડો પાડયો હતો. જે દરોડા દરમિયાન દેવભુમિ દ્વારકાના ભાણવડ ગામના વતની જયસુખ નગાભાઈ કારેણા, જામનગરમાં રહેતા હમીર ઉર્ફે રમેશ હીરાભાઈ કારેણા, ભાણવડના વતની આણંદભાઈ ઉર્ફે અશોકભાઈ જેસાભાઈ સોલંકી, ભાણવડ તાલુકાના દુધાળા ગામના વતની દિનેશ પુંજાભાઈ સોલંકી તેમજ દુધાળા ગામના જ વતની વિજય પુંજાભાઈ સોલંકીને જામજોધપુર પોલીસે ઝડપી લીધા હતાં અને તમામને જામજોધપુરની અદાલત સમક્ષ રજૂ કરવામાં આવી રહ્યા છે. ઉપરાંત તેઓના રિમાન્ડ મેળવવા માટેની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular