કોરોનાના વધતાં સંક્રમણને ધ્યાને લઇ જામજોધપુર માર્કેટીંગ યાર્ડનું કામકાજ તા.15 અપ્રિલ થી બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી બંધ રાખવા નિર્ણય કરાયો છે.
જામજોધપુર માર્કેટીંગ યાર્ડના પ્રમુખ ચંદુલાલ આણંદભાઇના જણાવ્યા અનુસાર તા. 15થી બીજી જાહેરાત ના થાય ત્યાં સુધી કોઇપણ ખેતપેદાશની આવકો માર્કેટયાર્ડમાં દાખલ થવા દેવામાં આવશે નહીં અને કોઇપણ વેપારી અથવા કમિશન એજન્ટને પ્લેટફોર્મ કે દુકાનોની આગળ કોઇપણ જાતનો માલ ઉતારવા દેવામાં આવશે નહીં.