જીએસટી-મોંઘવારી સહિતના મુદ્દે કોંગ્રેસ દ્વારા અડધો દિવસના અપાયેલ બંધના એલાનના પગલે જામજોધપુર શહેર મુખ્ય બજાર માર્કેટીંગ યાર્ડ સહિત તમામ દુકાનો બંધ રાખી વેપારીઓ પણ આક્રોશ સાથે બંધમાં જોડાયા હતાં. ધારાસભ્ય ચિરાગભાઈ કાલરિયા તેમજ કોંગ્રેસ કાર્યકરો બજારમાં ફરી બંધ કરવા અપીલ કરતાં તમામ વેપારી ભાઈઓએ સહકાર આપી તમામ લોકોએ પોતાના રોજગાર ધંધા બંધ રાખ્યાં હતાં આમ જામજોધપુર સફળતાપૂર્વક બંધ રહ્યું હતું.