જામજોધપુર તથા ભાણવડ પંથકમાં હળવા વરસાદથી લોકો એ અસહય ઉકળાટ અને બફારામાંથી રાહત અનુભવી હતી. જામજોધપુરના સીદસર, ધ્રાફા, શેઠવડાળા, બુટાવદર સહિતના વિસ્તારોમાં વાતાવરણમાં પલ્ટો આવતા વરસાદ વરસ્યો હતો. આ ઉ5રાંત દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં પણ વરસાદથી લોકોને ગરમીથી છૂટકારો મળ્યો હતો. વાતાવરણમાં પલ્ટા અને વરસાદને કારણે ખેડૂતોમાં પણ આનંદનું મોજુ ફરી વળ્યું હતું.