Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરજામજોધપુર-2022 વિધાનસભાની ટિકિટ માટે દાવેદારોનો રાફડો

જામજોધપુર-2022 વિધાનસભાની ટિકિટ માટે દાવેદારોનો રાફડો

- Advertisement -

જામજોધપુર વિધાનસભાની 2022ની ચૂંટણીમાં આ વખતે જુદા જુદા રાજકીય પક્ષોમાંથી પચીસેક દાવેદારોના નામો ચર્ચાય છે. ત્યારે ખાનગી રીતે પોતાને ટિકિટ મળે તે રીતે લોંબિંગ કરી રહ્યાં છે. ત્યારે હાલ ટિકિટ કેમ ન મળે? તે રીતના કાદાવાદાની વચ્ચે પ્રજાના કામો ભૂલાય ગયા છે. માત્ર ચૂંટણીલક્ષી કાર્યક્રમો થઇ રહ્યાં છે. પ્રજાની શું હાડમારી છે? શું પ્રશ્ર્નો છે? શું રજૂઆતો છે? તે કોઇ પૂછતું નથી માત્ર એસી ચેમ્બરમાં બેસી આવા રાજકીય નેતા પોતાને ફાયદો કેવી રીતે કેમ થાય? તેવા ચોકઠા ગોઠવવામાં વ્યસ્ત છે.

- Advertisement -

અનેક જગ્યાએ રોડ-રસ્તા સફાઇ સહિતના પ્રશ્ર્નો છે. જે ઉકેલવામાં રસ આવા નેતાને નથી પ્રજાના કામોમાં રસ જ ન હોય તેવું લાગે છે. ત્યારે માત્ર રાજકીય પક્ષ સાથે જોડાયેલના જ કામો થતા હોય, આમ પ્રજાનું કોણ? ત્યારે આને જવાબ સામાન્ય પ્રજા-2022માં જરુર આપશે. તેમ જ અમુક રાજકીય પાર્ટીના સંગઠનના હોદ્ેદારો પ્રજા સાથે અને જવાબદારો સામે સત્તાના મદમાં અપમાનિત શબ્દો અને તોછડું વર્તન અવાર-નવાર લવારા કરી કરતાં હોય આવા હોદ્ેદારો પાર્ટીને નુકસાનકર્તા સાબિત થશે. તેવું ચર્ચાય રહ્યું છે.

જો કે, પ્રજા હાલ તો આ બધુ જોયા રાખે છે. તેઓ આ બધો હિસાબ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં બરાબર કરશે. તેવું લાગી રહ્યું છે. પ્રજાની વચ્ચે રહેવાની બદલે કાચની ચેમ્બરમાં બેસવાવાળા નેતાઓની સંખ્યા લાલપુર, જામજોધપુર વિધાનસભા-2022ની ચૂંટણીની ટિકિટ મેળવવા માટે વધતી જાય છે. તે પણ જામજોધપુર પંથકમાં ચર્ચાનો વિષય બની ગયો છે. ત્યારે હાલ ત્રિપાંખીયો જંગ થશે. એ ચોક્કસ છે. ત્યારે આ જંગમાં ઉત્તરનાર નેતા અડદા પાછળથી ક્યાં પક્ષ સાથે સેટીંગ કરી કોના મત કાપશે ? તે ચર્ચા પણ રાજકીય પંડિતોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular