પ્રાપ્ત વિગત મુજબ સિક્કા મુકામે હાલમાં ચાલી રહેલ બારવી શરીફ નાં શુભ અવસર પર મુસ્લિમ તા. (6) રબ્બિઉલ અવ્વલ અને હિન્દુસ્તાન નાં શહેનશાહ હઝરત ગરીબ નવાજ ની છઠ્ઠી શરીફની નિસબતથી જમાત રઝા એ મુસ્તફા ચેરીટેબલ ટ્રસ્ટની સ્થાપના બોમ્બેના મશહૂર આલીમ જનાબ મૌલાના સિરાજ અહમદ ચિશ્તીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ ટ્રસ્ટનો હેતુ સિક્કામાં વસતા ગરીબ પરિવાર કે જેમણે હોસ્પિટલની બીમારીમાં આવતા મોટા ખર્ચ ન પરવડતો હોય. ગરીબ પરિવારની દીકરીઓ જે લગ્નને લાયક હોવા છતાં નબળી પરિસ્થિતિના કારણે લગ્ન ન કરી શકતા હોય તેવા મા-બાપને મદદરૂપ થવું ગરીબ લોકોને રાશન કીટ વિતરણ કરવી કોઈપણ જરૂરતમંદને મદદરૂપ થવું એ આ ટ્રસ્ટનો મૂળ હેતુ છે. સાથે સાથે સ્કૂલ મદ્રેસાની બુનિયાદ ઉભી કરવી. આ ટ્રસ્ટમાં કોઈપણ સભ્ય જોડાઈ શકે છે ટ્રસ્ટમાં જોડાવા માટે સભ્ય ફી માત્ર દર મહિને રૂા. 50 રાખવામાં આવેલ છે. જમાત રઝા એ મુસ્તફા ચેરીટેબલ ટ્રસ્ટનાં પ્રમુખ તરીકે જુસબ યાકુબ બારોયા, ઉપપ્રમૂખ સલીમ મજીદ મુલ્લા, મંત્રી કાસમ ઇબ્રાહિમ ભગાડ, સહમંત્રી અબુલ્લા ઉસ્માનગની સોતા, સલાહકાર હાફિઝ શબ્બીર હુશેન અઝહરી, ખજાનચી હનીફ અ. સત્તાર મુલ્લા, કારોબારી સભ્ય મોલાના મોહસીન હુસેન સુંભણિયા, કારોબારી સભ્ય અસગર નુરમોહમ્મદ ભગાડ તેમજ કારાબારી સભ્ય કાસમ મુસા સુંભણિયાની નિમણૂંક કરવામાં આવી હતી. તેમ એક અખબારી યાદીમાં જણાવેલ છે.