93મા ઓસ્કર એવોર્ડમાં ભારત તરફથી ‘જલિકટ્ટુ’ મોકલવામાં આવી હતી. જોકે, અવોર્ડમાં શોર્ટલિસ્ટ કરાયેલી યાદીમાં આ ફિલ્મ સામેલ કરવામાં આવી નથી. એકતા કપૂર, તાહિરા કશ્યપ અને ગુનીત મૌંગાની શોર્ટ ફિલ્મ ‘બિટ્ટુ’ ને ઓસ્કાર 2021માં એન્ટ્રી મળી ગઈ છે. ‘બિટ્ટુ’ ફિલ્મને લાઈવ એક્શન શોર્ટ એક્શન શોર્ટ ફિલ્મ કેટેગરી માટે સિલેક્ટ કરવામાં આવી છે. આ ખુશખબર એકતા કપૂર અને તાહિરા કશ્યપએ સોશિયલ મીડિયા મારફતે આપી છે.
ફાઈનલ નોમિનેશનનું અનાઉન્સમેન્ટ 15 માર્ચે થશે. અવોર્ડ સેરેમની 25 એપ્રિલે યોજાશે.કોમ્પિટિશન માટે 1 ઓક્ટોબર 2019થી 31 ડિસેમ્બર, 2020 દરમિયાન રિલીઝ થયેલી ફિલ્મની પસંદગી કરવામાં આવી હતી. ઓસ્કરમાં 93 દેશોની ફિલ્મ વચ્ચે સ્પર્ધા છે.
જે ફિલ્મની ખૂબ ચર્ચા થઈ રહી છે તે એક વિદ્યાર્થી દ્રારા દિગ્દર્શિત કરવામાં આવી છેકરિશ્મા દેવ દુબેએ ‘બિટ્ટુ‘ દિગ્દર્શન કર્યું છે. ઓસ્કારમાં પ્રવેશ મેળવતા પહેલા આ ફિલ્મ 18 ફિલ્મ ફેસ્ટિવલ પર રજૂ કરવામાં આવી છે અને ઘણા એવોર્ડ્સ પણ મેળવ્યા છે. કરિશ્માને ‘બિટ્ટુ’ ફિલ્મ માટે બેસ્ટ ડીરેક્ટરનો એવોર્ડ પણ મળી ચુક્યો છે. કરિશ્મા દેવ દેબુના ડિરેક્શનમાં બનેલી ‘બિટ્ટુ’માં મિત્રોની વાત કહેવામાં આવી છે. બે સ્કૂલે જતાં બાળકોની મિત્રતા બતાવવામાં આવી છે. આ ફિલ્મ બે એવી છોકરીઓની દોસ્તી પર આધારિત છે કે જેબંને એક બીજા માટે પોતાનો જીવ આપી દેવા તૈયાર થઇ જાય છે. પરંતુ આ બન્નેને સ્કુલમાં ઝેર આપી દેવામાં આવે છે.ફિલ્મની આ વાર્તા એ દિગ્ગજોનું સ્થાન પણ પોતાની તરફ આકર્ષિત કરી લીધું છે.