જામનગર શહેરમાં રાયશી વર્ધમાન પેઢી હસ્તક આવેલ આદેશ્વર (વંડાના દેરાસરે) અંજન પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરાયું છે. માણિભદ્રજી વિરની પ્રતિષ્ઠા આવીતકાલ તા. 1 જૂનના રોજ પ.પૂ. આચાર્ય મનમોહનસુરિજી મ.સા., પ.પૂ. આચાર્ય હેમપ્રભસુરિજી મ.સા., પ.પૂ. આચાર્ય જયધર્મસુરિજી મ.સા. આદિ ગુરૂભગવંતોની નિશ્રામાં પૂ. ગુરૂભગવંતનું સામૈયુ સવારે 6:30 વિભાજી હાઇસ્કૂલ, કુમાર મંદિરથી શરૂ થઇ જિનકુશળ રેસિડેન્સી, નવાનગર હાઇસ્કૂલ સામે પૂર્ણ થશે. સવારે 10:30 કલાકે પ્રતિષ્ઠા પ્રસંગનો પ્રારંભ થશે તથા શુભ મુહુર્તમાં પ્રતિષ્ઠા થશે. પ્રતિષ્ઠામાં વિધિકાર કલ્પેશભાઇ શાહ (શિહોરવાળા) તથા સંગીતકાર વિક્રમભાઇ મહેતા એન્ડ પાર્ટી પધારશે. બપોરે 12:30 કલાકે સ્વામિ વાત્સલ્ય જમણના લાભાર્થી ઝવેરી જેચંદભાઇ નેમચંદભાઇ પરિવારે લીધો છે. આ પ્રસંગે જામનગર વિશા ઓશવાળ જૈન જ્ઞાતિના સંઘ રાયશી વર્ધમાન પેઢીના ટ્રસ્ટી ગણ દ્વારા સર્વે જ્ઞાતિજનોએ લાભ લેવા અજરામલ હરજીની વાડી, નવાનગર સ્કૂલ સામે, જામનગર ખાતે યોજાશે.


