Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં બિરાજમાન ગોંડલ સંપ્રદાયના પૂ. કુંદનબાઈ મ.સ.ના સંયમ જીવનનાં આજે 37 વર્ષ...

જામનગરમાં બિરાજમાન ગોંડલ સંપ્રદાયના પૂ. કુંદનબાઈ મ.સ.ના સંયમ જીવનનાં આજે 37 વર્ષ પૂર્ણ

- Advertisement -

જામનગરમાં બિરાજમાન ગોંડલ સંપ્રદાયના જશ પરિવારના સાધ્વી રત્ના પૂ.દયાબાઈ મ.સ.ના સુશિષ્યા પૂ.કુંદનબાઈ મ.સ.ની વૈ.સુદ દશમ 29/4ના રોજ દીક્ષા જયંતિની ઉજવણી કરાઇ હતી.

- Advertisement -

અજરામર સં.ના પૂ.રસીલાજી મ.સ., બોટાદ સં.ના પૂ.વિરતીજી મ.સ.અને ગોંડલ સં.ના પૂ.કુંદનબાઈ મ.સ. ત્રણેય બહેનો છે. રત્નકુક્ષિણી માતા સવિતાબેનના ત્રણેય મનોરથ પરિપૂર્ણ કરાવી ત્રણેય શાસન રત્ના પુત્રીઓ ઉપકારી માતાના ઉપકારમાંથી યત્કિંચત મુક્ત થયેલ હતાં.

પૂ.કુંદનબાઈ મ.સ.ની દીક્ષા ઝાલાવાડના જોરાવર નગરમાં થઇ હતી. તેઓનું પ્રવવચન સાંભળવુ એક લ્હાવો છે. જૈન આગમોમાં આવતી બોધકથાઓ ખૂબ જ સરળ શૈલીમાં સમજાવે છે. મનોજ ડેલીવાળાએ જણાવ્યું કે, હકાણી પરિવારની ત્રણ-ત્રણ સુપુત્રીઓએ સંયમ અંગીકાર કરી જિન શાસનનું નામ રોશન કરેલ છે. હકાણી પરિવાર એટલે શાસનને સમર્પિત પરિવાર છે.

- Advertisement -

જામનગર સંઘના સેવાભાવી અજયભાઈ શેઠે જણાવ્યું કે પૂ. કુંદનબાઈ મ. તથા પૂ.હર્ષાબાઈ મ. ઓમકાર, મહાવીર એપાર્ટમેન્ટની બાજુમાં, જામનગર સુખશાતામા બિરાજી રહ્યાં છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular