જામનગરના ચાંદીબજાર ખાતે આવેલ સ્થાનકવાસી જૈન ચાંદીબજાર મોટાસંઘના આંગણે રત્નકુક્ષિણી માતા દેવલબેન તથા નિતીનભાઇ કિરીટભાઇ તુરખીયાના પુત્ર હેતકુમાર (ઉ.વર્ષ 13)ના ભાગવતી દિક્ષા મહોત્સવ અને ધાર્મિક આરાધના મહોત્સવ યોજાયો છે. ગોંડલ સંપ્રદાયના પૂજય ગુરૂભંગવત બ્રા. ભ્ર. રાજેશમુનિજી મહારાજ સાહેબ તથા સતીરત્નોની પાવન નિશ્રામાં આ દિક્ષા મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત વરઘોડો યોજાયો હતો. જે શહેરના વિવિધ રાજમાર્ગો પર ફર્યો હતો. આજે સવારે દિક્ષાભૂમિ શ્રી ડુંગર ગુરૂરાજ પ્રવજયા પટાંગણ, સંઘમાતા હેમલતાબા સંકુલ, એમ.પી. શાહ કોલેજ જામનગર ખાતે તથા મહાભિનિષ્ક્રમ યાત્રા સંઘમાતાના નિવાસસ્થાન ખુશ્બુવાડીથી દિક્ષા ભૂમિ પગપાળા તથા દિક્ષાવિધી મંગલ પ્રવચન સહિતના કાર્યક્રમો યોજાય હતા. આ વરઘોડો શહેરના રાજમાર્ગો ફર્યો ત્યારે જૈન સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. તેમજ દિક્ષા મહોત્સવમાં પણ મોટી સંખ્યામાં સમસ્ત શ્રી સંઘ ઉપસ્થિત રહયા હતા.