Monday, December 23, 2024
Homeસ્પોર્ટ્સજાડેજા સૌથી વધુ વિકેટ લેનારો ભારતનો પ્રથમ ડાબોડી સ્પિનર

જાડેજા સૌથી વધુ વિકેટ લેનારો ભારતનો પ્રથમ ડાબોડી સ્પિનર

- Advertisement -

ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઈનલ મુકાબલામાં ત્રણ દિવસની રમત પૂર્ણ થઈ ચૂકી છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાના સ્ટાર ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. બીજી ઈનિંગમાં ત્રીજા દિવસે ઑસ્ટ્રેલિયાએ ચાર વિકેટ ગુમાવીને 123 રન બનાવ્યા છે. ભારત વતી રવીન્દ્ર જાડેજાએ સ્ટિવ સ્મિથ અને ટ્રેવિસ હેડ જેવા ઈનફોર્મ બેટરને પોતાનો શિકાર બનાવ્યા છે. રવીન્દ્ર જાડેજાએ આ બન્નેને આઉટ કરીને એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તે હવે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારો ડાબા હાથનો ભારતીય સ્પીનર બની ગયો છે.

- Advertisement -

આ મામલે તેણે ભારતીય દિગ્ગજ બિશન સિંહ બેદીનો રેકોર્ડ તોડ્યો છે જેણે 67 મેચમાં 266 વિકેટ ખેડવી હતી. જ્યારે રવીન્દ્ર જાડેજાના નામે હવે 65 મેચમાં 267 વિકેટ થઈ ગઈ છે. રવીન્દ્ર જાડેજાએ બોલની સાથે સાથે બેટથી પણ કમાલ કરી છે. તેણે પહેલી ઈનિંગમાં 51 બોલમાં 48 રનની ઈનિંગ રમી હતી અને એક વિકેટ હાંસલ કરી હતી. જ્યારે બીજી ઈનિંગમાં પણ તે અત્યાર સુધીનો સૌથી સફળ બોલર બન્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular