Tuesday, December 24, 2024
Homeબિઝનેસભારતીય શેરબજારમાં આઈટી - ટેકનોલોજી સેક્ટરની આગેવાની હેઠળ તેજી તરફી માહોલ…!!

ભારતીય શેરબજારમાં આઈટી – ટેકનોલોજી સેક્ટરની આગેવાની હેઠળ તેજી તરફી માહોલ…!!

- Advertisement -

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૩.૦૮.૨૦૨૧ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૫૩૨૯.૩૨ સામે ૫૫૬૯૫.૮૪ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૫૨૪૦.૨૯ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૫૪૦.૮૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૨૬.૪૭ પોઈન્ટના ઉછાળા સાથે ૫૫૫૫૫.૭૯ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

- Advertisement -

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૬૪૩૩.૭૦ સામે ૧૬૫૬૦.૨૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૬૩૯૨.૦૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૭૩.૯૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૫૯.૬૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૬૪૯૩.૩૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

- Advertisement -

કોરોના સંક્રમણની ત્રીજી લહેરની ખાસ અત્યારે ચિંતાજનક નહીં રહેવાના અહેવાલ અને દેશમાં ચોમાસાની સારી પ્રગતિ સાથે અનલોકમાં ભારતના વિવિધ ભાગોમાં ફરી ઔદ્યોગિક-આર્થિક પ્રવૃતિ ઝડપી વધી રહ્યાના પોઝિટીવ પરિબળ અને કોર્પોરેટ ઈન્ડિયાની જૂન ૨૦૨૧ના અંતના ત્રિમાસિકની સારી કામગીરીની પોઝિટીવ અસરે આજે ભારતીય શેરબજારોમાં સેન્સેક્સ, નિફટી બેઝડ તેજી આગળ વધી હતી. મોદી સરકાર દ્વારા દેશમાં આર્થિક સુધારાને આગળ વધારવાના નિર્ધાર અને ડિસઈન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામમાં ઝડપી આગળ વધવાના સંકેત સાથે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની શેરોમાં અવિરત ખરીદીએ ભારતીય શેરબજારમાં નોંધપાત્ર ઉછાળો નોંધાયો હતો.

પાછલા ઘણા દિવસોથી વર્ક ફ્રોમ હોમ કલ્ચરમાં થયેલા વિશ્વભરમાં વધારાના કારણે ડિજિટાઈઝેશનમાં ઝડપી વધારા સાથે આઈટી-સોફટવેર સર્વિસિઝ, ટેકનોલોજી કંપનીઓના બિઝનેસમાં ધરખમ વધારાથી કંપનીઓના પરિણામો અપેક્ષા મુજબ રહેતા ફંડોએ આજે આઈટી શેરોની આગેવાનીમાં તોફાની તેજી કરી હતી. આંતરરાષ્ટ્રીય મોરચે અફઘાનિસ્તાનમાં સત્તા પલટા સાથે પરિસ્થિતિ સ્ફોટક બની રહી હોઈ  વિશ્વની નજર અત્યારે અફઘાનિસ્તાન પર રહી હોવા સાથે ભારત માટે પણ આ પરિસ્થિતિ અત્યંત મહત્વની હોઈ ફંડોએ તેજી કર્યા છતાં દરેક ઉછાળે સાવચેતી જોવા મળી હતી.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૯૦% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૫૫% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર ટેક, આઇટી, ટેલિકોમ, એનર્જી, ઓઇલ & ગેસ, બેન્કેક્સ અને ફાઈનાન્સ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૩૯૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૪૭૦ અને વધનારની સંખ્યા ૭૭૭ રહી હતી, ૧૪૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૬૪૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૪૪ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, કોરોનાની પ્રથમ લહેર સમી ગયા બાદ દેશની કંપનીઓની બેલેન્સ શીટસમાં જોવા મળેલો સુધારો હવે મંદ પડી રહ્યાનું કંપનીઓના વર્તમાન નાણાં વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળાના પરિણામોના વિશ્લેષણ પરથી કહી શકાય છે. ગયા નાણાં વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળાની સરખામણીએ વર્તમાન નાણાં વર્ષના આ ગાળામાં કંપનીઓના પરિણામો ભલે સારા રહ્યા હોય પરંતુ માર્ચ ત્રિમાસિકની સરખામણીએ જુન ત્રિમાસિકના પરિણામો નબળા જોવા મળી રહ્યા છે. દેશના શેરબજારો પર લિસ્ટેડ કંપનીઓમાંથી ૨૮૬૫ કંપનીઓના એક રિસર્ચ પેઢી દ્વારા કરાયેલા વિશ્લેષણમાં આ કંપનીઓના જુન ત્રિમાસિકના નેટ વેચાણમાં વાર્ષિક ધોરણે ૪૨% વધારો થયો છે પરંતુ ત્રિમાસિક ધોરણે તેમાં ૭.૮૦ % ઘટાડો નોંધાયો છે.

કંપનીઓનો નેટ પ્રોફિટ વાર્ષિક ધોરણે ૪% વધારો થયો છે જ્યારે ત્રિમાસિક ધોરણે ૧૨.૪૦% ઘટાડો નોંધાયો છે. કોરોનાની પ્રથમ લહેર ઓસરી ગયા બાદ સાઈકલિકલ ક્ષેત્રની કંપનીઓની આવકમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. કોરોનાની પ્રથમ લહેર ઓસરી ગયા બાદ નીકળેલી માગ એ અગાઉની બાકી પડેલી માંગ હતી, જે પૂરી થઈ ગયા બાદ તેમાં ઘટાડો થયો હતો એટલું જ નહીં એપ્રિલ-મેમાં બીજી લહેરને કારણે પણ કંપનીઓના કામકાજ પર અસર પડી હતી.

તા.૨૪.૦૮.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૨૩.૦૮.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૬૪૯૩ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૬૪૦૪ પોઈન્ટના પ્રથમ અને ૧૬૩૭૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૬૫૧૫ પોઈન્ટ થી ૧૬૫૩૫ પોઈન્ટ ૧૬૫૬૦ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૬૪૦૪ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૨૩.૦૮.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૫૧૨૫ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૪૮૦૮ પોઈન્ટના પ્રથમ અને ૩૪૬૭૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૫૨૭૨ પોઈન્ટ થી ૩૫૩૦૩ પોઈન્ટ, ૩૫૩૭૩ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૫૩૭૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • ટાટા સ્ટીલ ( ૧૩૬૦ ) :- આયર્ન & સ્ટીલ/ઇન્ટરમ. પ્રોડક્ટ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૩૩૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૩૧૭ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૩૭૩ થી રૂ.૧૩૮૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૩૮૮ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • એસ્કોર્ટસ લિમિટેડ ( ૧૨૫૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૨૨૨ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૨૦૮ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૨૬૬ થી રૂ.૧૨૭૫ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • ટાટા કેમિકલ ( ૮૨૩ ) :- રૂ.૮૦૮ નો પ્રથમ તેમજ રૂ.૭૯૭ ના બીજા સપોર્ટથી કોમોડિટી કેમિકલ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૮૩૪ થી રૂ.૮૪૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • એક્સિસ બેન્ક ( ૭૩૬ ) :- બેન્ક સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૭૪૭ થી રૂ.૭૬૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૭૧૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ડાબર ઇન્ડિયા ( ૬૦૯ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૫૯૫ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક પર્સનલ પ્રોડક્ટ સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૬૧૬ થી રૂ.૬૨૩ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • ઇન્ફોસિસ લિમિટેડ ( ૧૭૪૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ટેકનોલોજી સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૭૬૦ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૭૩૦ થી રૂ.૧૭૧૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૭૭૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૪૩૭ ) :- રૂ.૧૪૬૦ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૪૭૪ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૪૨૪ થી રૂ.૧૪૧૪ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૪૮૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • અદાણી એન્ટરપ્રાઇઝ ( ૧૩૯૩ ) :- ટ્રેડીંગ & ડિસ્ટ્રીબ્યુશન સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૪૪૦ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૩૭૩ થી રૂ.૧૩૬૦ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • લુપિન લિમિટેડ ( ૯૨૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.૯૪૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૯૧૯ થી રૂ.૯૦૯ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૯૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ભારત ફોર્જ ( ૭૨૩ ) :- ૭૪૪ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૭૫૦ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૭૦૭ થી રૂ.૬૯૬ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૭૫૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular