ભારતના ટોચના કોર્પોરેટ હાઉસ આજકાલ આવકવેરા વિભાગની નજરે ચડ્યા હોવાનું જણાય રહ્યુ છે. ત્યારે ગઈકાલે રીયલ્ટી કીંગ હીરા નંદાની સમુહ પર આઈટીના દરોડા બાદ આજે હીરો મોટો કોર્પ ગ્રુપ આઈટી વિભાગની રડારમાં આવ્યુ છે.
દેશના જુના અને ટોચના કોર્પોરેટ જુથોમાંના એક હીરો મોટો કોર્પના માલીક પવન મુંજાલ પર બુધવારે સવારે આઈટીએ તપાસ શરૂ કરી છે. એક મીડિયા એહવાલ અનુસાર આવકવેરાની ડઝનબંધ ટીમોએ પવન મુંજાલના ઠેકાના પર આજે સવારથી જ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે.