ઈઝરાયેલનાં વડાપ્રધાન બેન્જામીન નેતાન્યાહુ ટુંક સમયમાં જ ભારતની મુલાકાતે આવી શકે છે. ભારત-ઈઝરાયેલ વચ્ચે મહત્વની સમજુતી ફાઈનલ થવાની છે ત્યારે નેતાન્યાહની આ મુલાકાત પર સૌની નજર રહેશે. ભારતમાં ઈઝરાયેલનાં રાજદુત નેઓર ગિલને આ માહીતી આપી હતી તેમણે જણાવ્યું હતું કે, ભારત ક્ષેત્રીય તાકાતમાંથી વૈશ્ર્વિક તાકાત બની ગયુ છે. ભારત-ઈઝરાયેલનાં કુટ નિતીક સંબંધોને 30 વર્ષ પુરા થઈ ગયા છે. આ ઉપલક્ષ્યમાં અમે હરીયાણામાં એક સેન્ટર ઓફ એકસીલેન્સ શરૂ કર્યું છે. આ સેન્ટરને ભારત-ઈઝરાયેલ કૃષિ પ્રોજેકટ અંતર્ગત તૈયાર કરેલૂ છે. અને તેમાં અર્ધ શુષ્ક પાકો પર રીસર્ચ કરવામાં આવશે.
ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુ ભારત આવશે
બન્ને દેશો વચ્ચે મહત્વની સમજુતિઓ ફાઈનલ થશે


