ઇઝરાયલ અને હમાસ વચ્ચેનું ઘર્ષણ છેલ્લા એક અઠવાડિયાથી હિંસક બન્યું છે. રાતોરાત બંને પક્ષો વચ્ચે થયેલા હુમલામાં અનેક લોકોએ જીવગુમાવ્યા છે. જેમાં એક ભારતીય મહિલાનું પણ મૃત્યુ થયું છે જે મૂળ કેરળની હતી. હમાસે ઇઝરાયલ ઉપર ત્રણ દિવસમાં જ 300થી વધુ રોકેટ ચલાવ્યા છે. ઇઝરાયેલના આયરન ડોમ ડિફેન્સ સિસ્ટમના કારણે તેઓ પોતાની મોટા ભાગની વસ્તીને આ હુમલાઓથી બચાવી રાખવામાં સફળ રહ્યાં છે.
૨૦૧૪ પછી ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે સૌથી મોટુ યુદ્ધ શરૂ થઇ ગયું છે. ઇઝરાયેલ દ્વારા ગાઝા પટ્ટી પર જે હુમલો કરવામાં આવ્યો તેમાં અત્યાર સુધીના ઘર્ષણમાં કુલ ૫૯ લોકોના મોત નિપજ્યા છે જેમાં એક ભારતીય મહિલાનો પણ સમાવેશ થાય છે. ઇઝરાયલના હવાઈ હુમલામાં ઉગ્રવાદી સંગઠન હમાસના ગાઝા સિટી કમાન્ડરનું મોત થયુ છે. હમાસે તેની પુષ્ટિ કરી છે. માનવામાં આવી રહ્યું છે કે 2014માં ગાઝાના જંગ બાદ બુધવારે હુમલામાં મોતને ભેટનાર બસમ હમાસનો અત્યાર સુધીનો સૌથી મોટો અધિકારી હતો. તો ઇઝરાયલ હુમલામાં ગાઝામાં મૃત્યુ પામનારની સંખ્યા 43 થઈ ગઈ છે. તેમાંથી 13 બાળકો અને 3 મહિલાઓ સામેલ છે. આ પહેલા ઇઝરાયલે મંગળવારે ગાઝા પર હવાઈ હુમલો કરી બે બહુમાળી ઇમારતને નિશાન બનાવી હતી. તેમાં હનાદી ટાવર પણ સામેલ છે.
આ ટાવર વિશે તેનું કહેવું હતું કે તેમાં ઉગ્રવાદી છુપાયા હતા, તો હમાસ અને અન્ય સશસ્ત્ર સમૂહોએ દક્ષિણી ઇઝરાયલ પર રોકેટ ફાયર કર્યા. બન્ને તરફથી આ હુમલામાં બાળકો સહિત 28 લોકોના મોત થયા, જ્યારે બે ઇઝરાયલી મહિલાના મોત થયા.
મીડલ ઈસ્ટના આ વિસ્તારમાં જોવા મળતો આ સંઘર્ષ ઓછામાં ઓછો 100 વર્ષથી ચાલી રહ્યો છે. અહીં વેસ્ટ બેંક, ગાઝા પટ્ટી અને ગોલ્ડન હાઈટ્સ જેવા વિસ્તારો પર વિવાદ છે. પેલેસ્ટાઈન આ વિસ્તારો સહિત પૂર્વી જેરૂસલેમ પર પોતાનો દાવો વ્યક્ત કરે છે. તો ઇઝરાયેલ જેરૂસલેમ પર પોતાની પકડને છોડવા રાજી નથી. ઇઝરાયેલી વેબસાઈટ ધ જેરુસલેમન પોસ્ટ મુજબ, દર વખત કરતાં આ વખતે સ્થિતિ અલગ છે. આ વખતે હમાસે હુમલની શરૂઆતની જ 5 મિનિટમાં 137 રોકેટ ફાયર કર્યા છે. અત્યાર સુધીમાં તેમના તરફથી 1000થી વધુ રોકેટ છોડવામાં આવ્યા છે.