તાજેતરમાં દિલ્હીના વઝીરપુરમાં 3.59 કરોડ રૂપિયાની જૂની 500 અને 1000 ની નોટો જપ્ત કરવામાં આવી છે અને ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે.
ત્યારે આરોપીઓનો દાવો છે કે આરબીઆઈ હજુ પણ 500 અને 1000 ની નોટો બદલી રહ્યા છે.
ત્યારે ખરેખર આપણને સહુને પ્રશ્ન થાય છે કે શું નોટબંધી પછી પણ હજુ આરબીઆઈ નોટો બદલી રહી છે ?
પીઆઈબી ફેકટ ચેક 29 ઓકટોબરના એક ટિવટમાં જૂની રૂા.500 અને રૂા.1000 ની નોટોના વિનિમય અંગે પણ સ્પષ્ટતા કરી હતી અને પીઆઈબી એ જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા પર ફરતા આ સમાચારોનો દાવો ખોટો છે. આરબીઆઈએ આવા કોઇ નિયમો જારી નથી કર્યાં.
View this post on Instagram
આ આરોપીઓ કહે છે કે, આધાર કાર્ડ બતાવીને આરબીઆઈ 500 અને રૂા.1000 ની જુની નોટો બદલી આપે છે. જ્યારે આ આરોપીઓ આ નોટો ઓછી કિંમતે લોકોને ઓફર કરી રહ્યા હતાં. માટે સાવધાન ! જો કોઇ તમને દાવો કરીને કે તો સર્તક રહેવું આરબીઆઇ કે બેંકોમાં 500 અને 1000 ની નોટો બદલાતી નથી.
8 નવેમ્બર 2016 ના રોજ કેન્દ્ર સરકારે 500 અને 1000 ની નોટો ચલણમાંથી પાછી ખેંચી લીધી હતી. નોટબંધી કાયદા હેઠળ આ પ્રતિબંધિત નોટો રાખવી, ખરીદવી, વેંચવી અથવા વ્યવહાર કરવો એ કાયદેસર ગુનો છે. જેમાં કડક સજાની જોગવાઈ છે.
તો જો કોઇ આપને આવા ખોટા ઝાંસા આપવાની કોશિશ કરે તો તેમાં ફસાવું નહીં.


