Friday, December 5, 2025
Homeમનોરંજન‘સૈયારા’ જોવા સમયે દર્શકોનું રડવું અને બેભાન થવું શું એ માર્કેટીંગનો ભાગ...

‘સૈયારા’ જોવા સમયે દર્શકોનું રડવું અને બેભાન થવું શું એ માર્કેટીંગનો ભાગ છે ? જાણો નિર્માતા એ શું કહ્યું?

કેટલાંક વિવાદો અનોખી માર્કેેટીંગ સ્ટ્રેટેજી છતાં સૈયારાને જબરદસ્ત પ્રતિસાદ જેન-ઝી ખાસ આ ફિલ્મો જોવા જઈ રહી છે ત્યારે આ વિવાદો અંગે નિર્માતા એ શું કહ્યું ચાલો જાણીએ..

- Advertisement -

અભિનેતા અહાન પાંડેની ડેબ્યુ ફિલ્મ ‘સૈયારા’ આ સમયે ખૂબ ચર્ચામાં છે એક તરફ બોકસ ઓફિસ પર તેનું શાનદાર પ્રદર્શન તો બીજી તરફ ફિલ્મને લઇને સોશિયલ મીડિયા પર વાયરલ થતા વીડિયો અને પીઆર સ્ટ્રેટેજી લઇને ચર્ચામાં ચાલી રહી છે. તાજેતરમાં સોશિયલ મીડિયામાં રિલ્સ સ્ક્રોલ કરતા તમને ઢગલાબંધ એવી રિલ્સ જોવા મળી જશે કે જેમાં સૈયારા ફિલ્મ જોતી વખતે દર્શકો રડતા હોય, લાગણીમાં ડુબી ગયા હોય, યાદોમાં સરી પડયા હોય એક કલીપમાં હોસ્પિટલના ગાઉનમાં હાથમાં આઈવી ડ્રિપ સાથે ફિલ્મ જોતો વ્યક્તિ બીજી ક્લિપમાં થીયેટરમાં ધ્રુસકે-ધ્રુસકે રડતો વ્યક્તિ, પોતાના બોયફ્રેન્ડની યાદમાં સરી પડતી ગમગીન છોકરી કે જેને આસપાસના લોકો શાંત પાડી રહ્યા છે. તો વળી કયાંક ચીસો પાડીને પોતાનો શર્ટ ફાડતો યુવાન દેખાઈ પડે છે ત્યારે દરેકના મનમાં પ્રશ્નો થઈ રહ્યા છે.

સોશિયલ મીડિયા પર એક તરફ આ બધા ઈમોશનલ વાઈરલ વીડિયો જોવા મળી રહ્યા છે. તો બીજી બાજુ આ વીડિયોને લઇને કેટલાંક નિવેદનો પણ આવી રહ્યા છે. ઘણાં યુઝર્સ આ વીડિયોને પ્રમોશન સ્ટ્રેટેજી ગણાવે છે તો કેટલાંક કહે છે કે આ ટ્રેન્ડ કદાચ પીઆર એજન્સીઓ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે. કેટલાંક એવી ટિપ્પણીઓ કરી રહ્યા છે કે દરેક વીડિયો આટલા પરફેકટ એંગલથી કઇ રિતે શુટ થઈ શકે છે ?? અને આ વીડિયો જ મીમ પેજ પર આટલી ઝડપથી કેવી રીતે પહોંચે છે હાલમાં ફિલ્મો મોટા પાયે પ્રમોશન અને સોશિયલ મીડિયા ઝુંબેશ દ્વારા દર્શકોને આકર્ષવાના પ્રયાસો કરે છે ત્યારે ‘સૈયારા’ એ સોશિયલ મીડિયા માર્કેટીંગ અપનાવ્યાનો કેટલાંક લોકો કહી રહ્યા છે. આ ફિલ્મ વિશે હજુય કેટલીય ચર્ચાઓ થઈ રહી છે અને એક બાજુ ફિલ્મની સ્ટોરી અને માર્કેટીંગ લોકો વખાણી રહ્યા છે તો બીજી બાજુ કેટલાંય ટ્રોલર્સ હજુ પણ પ્રશ્નો પુછી રહ્યા છે કે શું ફિલિંગ્સ વેંચાય રહી છે…??

- Advertisement -

ત્યારે આ તમામ ચર્ચાઓ અંગે ફિલ્મ નિર્માતાએ સ્પષ્ટતા કરી ‘સૈયારા’ ફિલ્મ જોતા દરમિયાન દર્શકોનું રડવું અને બેભાન થવું એ ફિલ્મના માર્કેટીંગનો ભાગ છે…? તેવી ચર્ચાઓ અંગે અક્ષય વિધાની જે યશરાજ ફિલ્મ્સના સીઈઓ છે તેમણે ઈન્ડિયા ટુડે સાથેની વાતચીતમાં ખુલાસો કર્યો હતો અને કહ્યું હતું કે, હું આ સ્પષ્ટ કરવા માગું છું બધા લોકો પછી ભલે તે ટ્રીપ પર આવ્યો હોય કે સ્ક્રીન તરફ બુમો પાડતો માણસ હોય કે શર્ટ ઉતારીને નાચતો કોઇ હોય, આ બધાને પહેલાંથી થિયેટરમાં મુકવામાં આવ્યા નથી, આ ફિલ્મના સાચા ચાહકો છે જેમને ફિલ્મ જોયા પછી એવું લાગ્યું અને તેમણે તેની બધાની સામે રજૂ કરી. ‘સૈયારા’ વિશે વાત કરતા દિગ્દર્શક મોહિત સુરી કહે છે કે, મને બધાના હૃદયમાંથી પ્રેમ મળ્યો છે જેથી ખુબ સારું છે. ફિલ્મ નિર્માતા અને કલાકારો બધાં ખુશ છે. નવા કલાકારો અહાન પાંડે અને અનિત પદ્દાની ‘સૈયારા’ કેટલાનો આંકડો પાર કરે છે તે જોવાનું રહ્યું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular