Sunday, December 22, 2024
Homeસ્પોર્ટ્સIPL 2021 Auction : યુવરાજસિંહને પાછળ છોડી આઈપીએલનો સૌથી મોંઘો ખેલાડી બન્યો...

IPL 2021 Auction : યુવરાજસિંહને પાછળ છોડી આઈપીએલનો સૌથી મોંઘો ખેલાડી બન્યો મોરીસ

- Advertisement -

ઇન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૧ માટે ખેલાડીઓની હરાજી થઇ રહી છે. આઇપીએલની આઠ ફ્રેન્ચાઇઝીમાં ૬૧ જગ્યા ભરવા માટે બોલી લાગી. જેમાં ક્રિસ મોરિસે ઇતિહાસ રચ્યો છે. ૭૫ લાખ રૂપિયા બેઝ પ્રાઇસ ધરાવનાર ક્રિસ મોરિસને ૧૬.૨૫ કરોડ રૂપિયાની જંગી રકમથી રાજસ્થાન રોયલ્સે ખરીદ્યો છે. તે આઇપીએલના ઇતિહાસમાં સૌથી મોંધો ખેલાડી બની ગયો છે. ક્રિસ મોરિસ પહેલા સૌથી મોંઘા ખેલાડી તરીકે યુવરાજસિંહનું નામ હતું. 2015 માં યુવરાજ સિંહને દિલ્હીએ 16 કરોડમાં ખરીદ્યો હતો.

- Advertisement -

પંજાબ : પંજાબની પ્રીતિ ઝિન્ટાની ટીમે 5.25 કરોડમાં તમિલનાડુના બેટ્સમેન શાહરુખ ખાનને ખરીદ્યો છે. ૧૪.૨૫ કરોડ રૂપિયામાં આરસીબીએ ગ્લેન મેક્સવેલને ખરીદ્યો છે. હવે મેક્સવેલ વિરાટ કોહલી સાથે રમતો જોવા મળશે. ઓસ્ટ્રેલીયાના રાઈલી મેરેડીથને પંજાબે 8 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.જાઈ રીચાર્ડસનને પંજાબે 14 કરોડ રૂપિયામાં, ડેવિડ મલાનને 1.50 કરોડમાં ખરીદ્યો છે.

કેકેઆર : શાકિબ ઉલ હસનને કેકેઆરે ૩.૨ કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. કલકત્તા નાઈટ રાઈડર્સએ શેલ્ડન જેક્સનને 20 લાખ રૂપિયામાં ખરીદ્યો છે.

- Advertisement -

 ચેન્નાઈ સુપરકિંગ્સ: કર્ણાટકનો કે. ગૌથમ લીગના ઇતિહાસનો સૌથી મોંઘો કેપ્ડ પ્લેયર બન્યો છે. તેને 9.75 કરોડમાં ચેન્નાઈ સુપરકિંગ્સે ખરીદ્યો છે. ચેતેશ્વર પૂજારાને ચેન્નાઈ સુપરકિંગ્સે 50 લાખમાં ખરીદ્યો છે. ચેન્નઈ સુપરકિંગ્સે ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર મોઇન અલીને 7 કરોડમાં ખરીદ્યો છે.

દિલ્હી કેપીટલ્સ : દિલ્હી કેપિટલ્સની ટીમે ફાસ્ટ બોલર ઉમેશ યાદવને 1 કરોડમાં ખરીદ્યો છે. જયારે લુક્મેન મેરીવાલાને 20લાખમાં ખરીદ્યો છે. આ સિવાય વિષ્ણુ વિનોદ અને રીપલ પટેલને 20 લાખમાં અને ઓસ્ટ્રેલીયાના સ્ટીવ સ્મિથને 2.20 કરોડમાં ખરીદ્યો છે.

- Advertisement -

મુંબઈ ઇન્ડિયન્સ: નાથન કૂલ્ટર નાઇલને મુંબઇ ઇન્ડિયન્સે 5 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.  ડિફેન્ડિંગ ચેમ્પિયન્સ મુંબઈ ઇન્ડિયન્સે ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર એડમ મિલનેને મુંબઈએ 3.2 કરોડમાં પોતાની ટીમમાં સામેલ કર્યો છે.

રાજસ્થાન રોયલ્સ: ચેતન સાકરિયાને રાજસ્થાન રોયલ્સે 1.20 રૂપિયામાં ખરીદ્યો છે. જેની બેઝ્ડ પ્રાઈઝ 20 લાખ રૂપિયા છે. ક્રિસ મોરિસને ૧૬.૨૫ કરોડ રૂપિયાની જંગી રકમથી રાજસ્થાન રોયલ્સે ખરીદ્યો છે. પીયુષ ચાવલાને 2.40 કરોડ રૂપિયામાં,કેસી કરીયપ્પાને 20 લાખમાં,શિવમ દુબેને 4.20 કરોડમાં ખરીદ્યો છે.

આરસીબી: મહોમ્મદ અઝરૂદ્દીનને RCBએ 20 લાખમાં ખરીદ્યો છે. જયારે રજત પાટીદારને 20 લાખમાં અને સચિન બેબીને પણ 20 લાખમાં ખરીદ્યો છે. જયારે ગ્લેન મેક્સવેલને  14.25 કરોડમાં ખરીદ્યો છે.

સનરાઈઝર્સ હૈદરાબાદ:  જગદીશ સૂચિતને 30 લાખમાં ખરીદ્યો છે. તમામ 292માંથી માત્ર 10 ખેલાડીને 2 કરોડ રૂપિયાની બેઝ પ્રાઇસના સ્લોટમાં રાખવામાં આવ્યા છે. ચેન્નઇમાં ખેલાડીઓની હરાજી થઇ રહી છે. જેમાં પ્રથમ બોલી કરુણ નાયરની લાગી હતી. તેની બેઝ પ્રાઇસ ૫૦ લાખ રૂપિયા હતી. તેને કોઇપણ ફ્રેન્ચાઇઝીએ ખરીદ્યો નથી. આઇપીએલની આઠ ફ્રેન્ચાઇઝી ૬૧ જગ્યા ભરવા માટે બોલી લાગી રહી છે. હરાજીની યાદીમાં ૧૬૪ ભારતીય, ૧૨૫ વિદેશી અને એસોસિએટ દેશોના ત્રણ ખેલાડીઓને જગ્યા મળી છે. એલેક્સ હેલ્સ, જેસન રોય, ઇન્ડિયન ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ હનુમા વિહારી અને કાંગારું કપ્તાન આરોન ફિન્ચ પણ અનસોલ્ડ ગયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular