
જામનગરના ઠેબા નજીક ઓઈલની લાઈન લીકેજ થઈ હતી, બાદ આગનો બનાવ બન્યો હતો. જે વાડીનારથી 46.2 કિમી અંતરે ઠેબા પાસે બનાવ બન્યો હતો. બેકાબુ આગ લાગતા અન્ય એજન્સીઓ દોડી હતી. ફાયર વિભાગ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ, ઈન્ડ્રસ્ટ્રીયલ સેફટી, પોલીસ, વહીવટી તંત્ર, અન્ય ખાનગી કંપનીઓ, એમ્બ્યુલન્સ સહીતની ટીમ પહોચી હતી.બનાવ મોકડ્રીલ જાહેર કરતી તંત્રે રીહતનો શ્વાસ લીધો હતો. લેવલ 3 પ્રકારની મોકડ્રીલ વર્ષમા એક વખત થાય છે.
મોકડ્રીલ વખતે રહેલી ક્ષતિઓ અને એજન્સીઓ વચ્ચે સંકલન અંગે ચર્ચા કરવામાં આવી હતી.