Wednesday, January 1, 2025
Homeબિઝનેસરોકાણકારોને paytm કરવું ભારે પડ્યું

રોકાણકારોને paytm કરવું ભારે પડ્યું

દેશના સૌથી મોટા આઇપીઓ પેટીએમનું કંગાળ લિસ્ટીંગ

- Advertisement -

દેશના સૌથી મોટા paytm ipoનું આજે શેરબજારમાં કંગાળ લિસ્ટીંગ થયું છે. આજે લીસ્ટ થતાની સાથે જ કંપનીના શેરના ભાવમાં લગભગ 25 ટકા જેટલું ધોવાણ થયું છે. જેને કારણે રોકાણકારોને મોટો ઝાટકો લાગ્યો છે. બજારમાં આજે વેચવાલીના વાવાઝોડામાં પેટીએમનો આઇપીઓ પણ ઝપટે ચડી ગયો હતો.જો કે, નિષ્ણાંતો પહેલેથી જ આ આશંકા દર્શાવી રહ્યા હતા.

- Advertisement -

અત્રે ઉલ્લેખનિય છે કે, 2008માં આર પાવરના આઇપીઓના લિસ્ટીંગના પણ આવા જ હાલ થયા હતા. આમ ઇતિહાસ ફરી એક વખત રિપીટ થયો છે. પેમેન્ટ કંપની પેટીએમ નવેમ્બરના પ્રારંભમાં 18,300 કરોડનો દેશનો સૌથી મોટી આઇપીઓ લઇને આવી હતી. આટલા મોટા આઇપીઓનું સબસ્કીપ્શન પણ અપેક્ષાને અનુરૂપ રહ્યું ન હતું.

જયારે ગ્રે માર્કેટમાં પણ પ્રિમિયમ સતત ગગડતું રહયું હતું. દરમ્યાન આજે બીએસસી અને એનએસઇમાં paytm ipoનું લિસ્ટીંગ થતાં અપેક્ષા અનુસાર જ ડિસ્કાઉન્ટમાં લિસ્ટિંગ થયું હતું. 21પ0 રૂપિયામાં ઇશ્યુ કરાયેલા આ શેરનો ભાવ લિસ્ટિંગ સાથે બપોરે 12 વાગ્યે રપ ટકા ગગડીને 1625 આસપાસ ટ્રેડ કરી રહ્યો હતો. આમ આ આઇપીઓમાં રોકાણ કરનાર રોકાણકારોને તગડો ઝાટકો લાગ્યો હતો.

- Advertisement -

અન્ય સમાચાર વાંચો

Go Fashion IPO

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular