જામનગર શહેર અને જૂના નાગના ગામમાં રહેતાં બે શખ્સો દ્વારા ઇન્ટરનેટના માધ્યમથી ગેરકાયદેસર નાણાની હેરફેર કરવા સંદર્ભે અને રૂા. 18,39,400ની રકમના ટ્રાન્ઝેકશન સંદર્ભે સિટી ‘બી’ ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
રાજ્ય સરકાર દ્વારા ’ઓપરેશન મ્યુલ હન્ટ’ ના સંદર્ભમાં જામનગરની નવાનગર કો. ઓપરેટિવ બેન્ક તેમજ સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા ની શાખા કે જે બંને બ્રાન્ચમાં જરૂર કરતાં વધુ રૂપિયાની હેરફેર થઈ હોવાનું જાણવા મળ્યું હતું, જે સંદર્ભમાં તપાસ કરાવી હતી. અને તેની તપાસમાં જામનગરના નજીક જૂના નાગના ગામમાં રહેતા પ્રકાશ નાથાલાલ ડાભી નામના ઉપરોક્ત બંને બેંક ખાતા ખોલવામાં આવ્યા હતા, અને તે લીમડાલેન વિસ્તારમાં રહેતા કિસન વાઢેરને બંને ખાતા સોંપી દેવાયા હતા, અને તે ખાતા મારફતે કુલ 18,39, 400 રૂપિયાની હેરાફેરી થઈ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું, જેના અનુસંધાને પોલીસ દ્વારા પ્રકાશ ડાભી ને બોલાવીને પૂછપરછ કરાઈ હતી. જેમાં તેણે 5,000 રૂપિયા નું કમિશન મેળવવાની લાલચે બેંક ખાતા ખોલી આપવાનું જણાવ્યું હતું. સમગ્ર મામલામાં પોલીસ દ્વારા આગળ તપાસ ચલાવાઇ રહી છે.
View this post on Instagram
આ પકરણમાં સરકાર પક્ષે સીટી બી. ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ યજુવેન્દ્રસિંહ મહિપતસિંહ વાળા સરકાર પક્ષે જાતે ફરિયાદી બન્યા હતા, અને સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં આરોપી જુના નાગના ગામના વતની પ્રકાશ નાથાલાલ ડાભી તેમજ જામનગરમાં લીમડા લઈને વિસ્તારમાં રહેતા કિસન વાઢેર સામે બીએનએસ 2023 ની કલમ 317(2), અને 61 (2) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે, અને સમગ્ર મામલામાં ઊંડાણ પૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર આરોપી પ્રકાશ નાથાલાલ ડાભી અને કિસન વાઢેર કે જે બંનેએ મળીને કમીશન મેળવવાની લાલચે અને ગુન્હાહિત કાવતરું રચી, ઇન્ટરનેટ ના માધ્યમથી નાણાંની હેરફેર કરવા ના સંદર્ભમાં જામનગરની એસ.બી.આઈ. ની શાખા તેમજ નવાનગર બેંકની એક બ્રાન્ચમાં ખાતું ખોલાવ્યા બાદ તે બંને ખાતાનો દૂર ઉપયોગ કર્યો હતો અને તેમાં કુલ 18,39,400 જેવી રકમનું ટ્રાન્જેક્શન કર્યું હતું અને એ તે રકમનું કમિશન મેળવવાના ભાગરૂપે ચિટિંગ કરી હોવાનું જાહેર કરાયું છે. સમગ્ર મામલામાં સિટી બી. ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર પી.પી.ઝા ના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ ડી.જી. રાજ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.


