Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરકચરામાંથી વીજળી ઉત્પન્ન કરવાના પ્રોજેકટની સમસ્યા અંગે રજૂઆત

કચરામાંથી વીજળી ઉત્પન્ન કરવાના પ્રોજેકટની સમસ્યા અંગે રજૂઆત

રચનાબેન નંદાણિયા દ્વારા આ વિસ્તારના મહિલાઓને સાથે રાખી રજૂઆત કરાઇ : ધારાસભ્ય દ્વારા સમસ્યાના નિરાકરણની ખાત્રી અપાઈ

- Advertisement -

જામનગરના ગાંધીનગર વિસ્તારમાં જામનગર મહાનગરપાલિકાએ ફાળવેલી જગ્યામાં કચરામાંથી વીજળી ઉત્પન્ન કરવાનો પ્રોજેકટ તૈયાર થયો છે. જેનું હાલમાં ટ્રાયલ રન કામગીરી ચાલી રહી છે આ દરમિયાન આ પ્રોજેકટના થતાં અવાજના પ્રદૂષણ અને ગંદકીને કારણે આ વિસ્તારના રહેવાસીઓ ત્રાહિમામ પોકારી ચૂકયાછે.

- Advertisement -

 

- Advertisement -

આ અંગે અનેકવખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આ સમસ્યાનો કોઇ ઉકેલ આવતો ન હોય, જામનગરના ધારાસભ્ય અને પૂર્વમંત્રીને આ અંગે રજૂઆત કરાઇ હતી. ધારાસભ્ય દ્વારા તાજેતરમાં યોજાયેલા લોકદરબાર દરમિયાન વોર્ડ નં.4ના કોર્પોરેટર રચનાબેન નંદાણિયા દ્વારા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાને આ સમસ્યા અંગે રજૂઆત કરી હતી. જેમાં ધારાસભ્ય દ્વારા આ સમસ્યાનું નિરાકરણ લાવવા ખાત્રી અપાઇ હતી.

જામનગરમાં ધારાસભ્યએ મત વિસ્તારમાં યોજેલા લોક દરબારમાં કોંગ્રેસના મહિલા કોર્પોરેટર સહીત મોટી સંખ્યામાં મહિલાઓએ જઈને ગાંધીનગર વિસ્તારમાં શરૂ થવા જઈ રહેલા કચરામાંથી વિજળી પેદા કરવાના પ્લાન્ટમાંથી આવતી દુર્ગંધની ઉગ્ર રજુઆત કરી પ્રશ્ર્નનો નિવેડો લાવવા માંગણી કરતાં ધારાસભ્યએ ઉચ્ચ અધિકારીઓને લઈને આવવાની મહિલાઓને ખાતરી આપી હતી.

- Advertisement -

ગાંધીનગરમાં છેવાડાના વિસ્તારમાં મ્યુ.કોર્પો.એ ફાળવેલી જગ્યામાં રૂા.78 કરોડના ખર્ચે કચરો બાળીને વિજળી પેદા કરવાનો રાજ્યનો પ્રથમ પ્રોજેકટ તૈયાર થઈ ચુક્યો છે. જેની હાલ ટ્રાયલ રન ચાલી રહી છે. જે માટે દૈનિક ટનબંધ કચરો સતત બાળવામાં આવી રહ્યો છે. મુળભુત આયોજન મુજબ દૈનિક 450 ટન જેટલો કચરો બાળીને તેમાંથી દર કલાકે 7 મેગાવોટ જેટલી વિજળી પેદા કરીને જેટકો કંપનીને વેંચવામાં આવશે. જો કે, હાલ મ્યુ.કોર્પો.ના કંપની સાથેના આ પ્રોજેકટની આસપાસની સોસાયટીના રહીશોમાં સતત દુર્ગંધની ફરિયાદ રહેવાસીઓ કરી રહ્યા છે. દરમ્યાન ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાએ ગાંધીનગર રોડ પર યોજેલા લોક દરબારમાં કોંગ્રેસના મહિલા કોર્પોરેટર રચનાબેન નંદાણીયા અને વિસ્તારના મોટી સંખ્યામાં એકઠા થયેલા બહેનોએ ધારાસભ્યને દુર્ગંધનો પ્રશ્ર્ન ઉકેલવા ઉગ્ન રજુઆત કરી હતી. ધારાસભ્ય દ્વારા વિસ્તારમાં ઉચ્ચ અધિકારીઓને સાથે રાખી મુલાકાત લેવાની ખાતરી આપવામાં આવી હતી. આમ પ્લાન્ટમાં કચરો સળગવાની સાથે દુર્ગંધની સમસ્યા પણ સળગી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular