ધ્રોલ શહેરના ગીચ વસતી ધરાવતા વ્યાસ ડેલીના રહેણાંક વિસ્તારમાં એરટેલ કંપની દ્વારા ખાનગી મકાન ઉપર મોબાઇલ ટાવર ઉભો કરી દેવામાં આવતા લતાવાસીઓએ લાગતા વળગતા અધિકારીઓને લેખિત વિરોધ દર્શાવી ને આ એરટેલ કંપની સામે તથા મોબાઇલ ટાવર ઉભો કરનારા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને આ રહેણાંક વિસ્તારોમાં ઉભો કરવામાં આવેલ મોબાઇલ ટાવર અંગે તપાસ કરવામાં આવે તેવી માંગણી કરી હતી.
મોબાઇલ ટાવર શહેરમાં કે અન્ય જગ્યાઓએ ઉભો કરવા માટેના સરકાર તરફથી નીતિ નિયમો બનાવવામાં આવેલ છે. ત્યારે ધ્રોલની આ ગીચ વસ્તી ધરાવતા વ્યાસ ડેલીમાં ખાનગી મકાનની છત ઉપર મોબાઇલ ટાવર ઉપર ઉભો કરવાની કોઇ પૂર્વ મંજૂરી લેવામાં આવેલ છે કે નહીં તે અંગે લતાવાસીઓએ જવાબદાર અધિકારીઓ સમક્ષ તપાસ કરવા માટે લેખિતમાં માગણી કરેલ છે.
ધ્રોલ ખાતેના આ રહેણાંક વિસ્તારમાં ખાનગી મકાનમાં મોબાઇલ ટાવર ઉભો કરવાની કાર્યવાહી કંપની તરફથી શરૂ થતા જ બાજુમાં રહેતા કનકભાઇ પંડયા એ જિલ્લા કલેકટર સહિત તાલુકાના અધિકારીઓ તથા નગરપાલિકાના ચીફ ઓફિસર તે લખિત જાણ કરીને આ કામગીરી ચાલી રહેલ હોવાની જાણ કરીને તાકીદે મોબાઇલ ટાવરના રેડીયેએશન થી માનવ શરીર અને બાળકોને શારીરિક તેમજ માનસિક નુકસાની થતા અટકાવવામાં કરેલ છે.
આ મોબાઇલ ટાવર ઉભો કરવાના પ્રશ્ર્ને અરજદાર તરફથી કરવામાં આવેલ અરજીના અનુસંધાને માત્રને માત્ર ઉપલી અધિકારીઓએ સ્થાનિક અધિકારીઓને આ તપાસની કામગીરી સોંપેલ. જ્યારે આ અધિકારીઓએ માત્ર અરજદારના નિવેદનો નોંધીને તપાસ કરી હોવાની કામગીરી બજાવ્યાની જાણ અરજદારે કરેલ છે. ઉચ્ચ કક્ષાએથી કોઇ જ યોગ્ય કાર્યવાહી ન થતા આ બાબતે કાયદેસર તપાસ કરવામાં આવે તેવી અરજદારે માંગણી કરેલ છે.