Friday, January 3, 2025
Homeરાજ્યજામનગરજામનગરની યુવતિને સાસરીયાઓ દ્વારા અસહ્ય ત્રાસ

જામનગરની યુવતિને સાસરીયાઓ દ્વારા અસહ્ય ત્રાસ

- Advertisement -

જામનગર શહેરના શંકરટેકરી વિસ્તારમાં રહેતી પરિણીતાને તેણીના સાસરીયાઓ દ્વારા લગ્નજીવન દરમિયાન અવાર-નવાર અપશબ્દ બોલી મારકૂટ કરી ત્રાસ આપતા હોવાની ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ જામનગરના સત્યમ કોલોની વિસ્તારમાં રહેતી કિંજલબેન નામની યુવતિના લગ્ન દિ.પ્લોટ વિસ્તારમાં રહેતા તુષાર જોશી સાથે થયા હતાં. આ લગ્નજીવન દરમિયાન કિંજલબેનને તેણીના પતિ તુષાર જોશી સસરા નિકેશ શામજી જોશી, સાસુ રીટાબેન નિકેશ જોશી, નણંદ ધારાબેન નિકેશ જોશી નામના સાસરીયાઓ દ્વારા યુવતિને નાની-નાની બાબતોમાં વાંક કાઢી જેમફાવે તેમ બોલાચાલી કરી અપશબ્દ બોલી મારકૂટ કરી શારીરિક-માનસિક ત્રાસ આપતા હતાં. સાસરીયાઓ દ્વારા અપાતા અવાર-નવાર ત્રાસથી કંટાળીને યુવતિએ પોલીસમાં જાણ કરી હતી. જેના આધારે પીએસઆઇ પી.આર. કારાવદરા તથા સ્ટાફે કિંજલબેનના નિવેદનના આધારે ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular