Saturday, December 6, 2025
HomeબિઝનેસSBI બેન્કના ગ્રાહકો માટે મોટા સમાચાર, ઇન્ટરનેટ બેન્કિંગ સર્વિસ નહી ચાલે !

SBI બેન્કના ગ્રાહકો માટે મોટા સમાચાર, ઇન્ટરનેટ બેન્કિંગ સર્વિસ નહી ચાલે !

દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના ગ્રાહકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. આવતીકાલે એટલે કે શનિવારે અને રવિવારે બેન્કો બંધ રહેશે સાથે સાથે એસબીઆઈની ઇન્ટરનેટ બેન્કિંગ સેવાઓ પણ શનિવારે રાત્રીના 11:30થી 5કલાક સુધી બંધ રહેશે.

- Advertisement -

સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાએ પોતાના અધિકૃત ટ્વિટર હેન્ડલ પર માહિતી આપતા જણાવ્યું છે કે અમે 11મી ડિસેમ્બર 2021ના રોજ રાત્રે 23:30 વાગ્યાથી 4:30 (300 મિનિટ) સુધી અમારી આઈટી સેવાને વધારે સારી કરવાનું કામ કરી રહ્યા છીએ. આ દરમિયાન INB / Yono / Yono Lite / Yono Business / UPI ની સેવાઓ બંધ રહેશે. એસબીઆઈના એટીએમ ચાલુ રહેશે. ભારતમાં એસબીઆઈની 22000થી વધુ શાખાઓ છે.

https://twitter.com/TheOfficialSBI/status/1469209132502695939

- Advertisement -

એસબીઆઈની સેવાઓ શનિવારના રાત્રીના 11:30 વાગ્યાથી રવિવારે સવારે 4:30 સુધી એટલે કે 300 મિનીટ સુધી બંધ રાખવાનું કારણ મેન્ટેનન્સની કામગીરી છે. માટે SBI ગ્રાહકો ઇન્ટરનેટ બેન્કિંગ સેવા, યોનો, યોનો લાઈટ, યૂપીઆઈ (Mobile), મોબાઇલ બેન્કિંગ જેવી સેવાને 300 મિનિટ સુધી વાપરી નહી શકે.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular