Monday, December 23, 2024
Homeરાજ્યરાજકોટ રેલવે ડિવિઝનમાં ‘ઈન્ટરનેશનલ લેવલ ક્રોસિંગ ગેટ અવેરનેસ વીક’ ની ઉજવણી

રાજકોટ રેલવે ડિવિઝનમાં ‘ઈન્ટરનેશનલ લેવલ ક્રોસિંગ ગેટ અવેરનેસ વીક’ ની ઉજવણી

- Advertisement -

લોકોમાં સલામતી અંગે જાગૃતિ આવે તે માટે રાજકોટ રેલવે ડિવિઝનમાં 3જી જૂનથી 9મી જૂન, 2022 દરમિયાન ‘ઇન્ટરનેશનલ લેવલ ક્રોસિંગ ગેટ અવેરનેસ વીક’ ની ઉજવણી કરવામાં આવશે.

- Advertisement -

આ સપ્તાહ દરમિયાન, રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર અનિલ કુમાર જૈન ની સક્ષમ આગેવાની હેઠળ, સીનિયર ડિવિઝનલ સેફ્ટી ઓફિસર એન.આર. મીના અને સેફ્ટી ડિપાર્ટમેન્ટ ના કર્મચારીઓ દ્વારા રાજકોટ ડિવિઝનના તમામ 254 લેવલ ક્રોસિંગ ગેટ પર રેલવેના કર્મચારીઓ દ્વારા સામાન્ય જનતા ને ફાટક પાર કરતી વખતે સાવચેતી ની બાબતો સમજાવવામાં આવશે. આ દરમિયાન લોકો અને વાહન ચાલકોને પેમ્ફલેટનું વિતરણ કરવામાં આવશે, નુક્કડ નાટકો યોજવામાં આવશે અને બેનરો અને પોસ્ટરો દ્વારા જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે. rtoની મદદથી લેવલ ક્રોસિંગ ગેટ પર પણ “એમ્બુશ ચેક” કરવામાં આવશે.

રાજકોટ ડિવિઝનમાં એક પણ માનવરહિત લેવલ ક્રોસિંગ ગેટ નથી અને છેલ્લા કેટલાક વર્ષોમાં રાજકોટ ડિવિઝનમાં કોઈપણ લેવલ ક્રોસિંગ ગેટ પર હજુ સુધી કોઈ અકસ્માત થયો નથી. તકેદારી ના ભાગરૂપે અકસ્માતોને રોકવા માટે ‘જાન હૈ તો જહાં હૈ’, ‘તમારી જીંદગી અમૂલ્ય છે’, ‘રેલવે ફાટક પર અકસ્માતો ટાળો’, ‘તમારો પરિવાર ઘરે તમારી રાહ જુએ છે’, અને ‘લેવલ ક્રોસિંગ ફાટક પર ઉતાવળ ન કરો’ જેવા સૂત્રોનું પ્રચાર કરીને સામાન્ય લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવશે. ’ઇન્ટરનેશનલ લેવલ ક્રોસિંગ ગેટ અવેરનેસ વીક’ના અવસર પર તમામ લોકો ને ’દુર્ઘટના કરતાં મોડું થાય એ સારું’ના મુદ્દાને આત્મસાત કરવા માટે જાગૃત કરવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular