Sunday, December 22, 2024
Homeઆંતરરાષ્ટ્રીયઆંતરાષ્ટ્રીય ફ્લાઈટ પર 30 જૂન સુધી પ્રતિબંધ

આંતરાષ્ટ્રીય ફ્લાઈટ પર 30 જૂન સુધી પ્રતિબંધ

કોરોનાને પગલે 23 માર્ચ 2020થી આંતરાષ્ટ્રીય ફ્લાઈટ બંધ છે

- Advertisement -

કોરોના સંકટને પગલે આંતરાષ્ટ્રીય ફ્લાઈટ પરનો પ્રતિબંધ વધુ એક મહિના સુધી એટલે કે 30 જૂન સુધી લંબાવવામાં આવ્યો છે. ઉડ્ડ્યન નિયમનકાર ડીજીસીએએ શુક્રવારે આ અંગેની જાણકારી આપી હતી. ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશને પોતાના સત્તાવાર નિવેદનમાં જણાવ્યું કે, કેટલાક સક્ષણ અધિકારીઓ કેસ ટુ કેસ બેઝિસ પર નિર્ધારિત માર્ગ પર આંતરાષ્ટ્રીય ઉડાનને મંજૂરી આપી શકે છે.

દેશમાં કોરોના સંકટ ઘેરાતા 23 માર્ચ 2020થી આંતરાષ્ટ્રીય ઉડાનો માકૂફ રાખવામાં આવી હતી. જો કે મે 2020માં વંદે ભારત અભિયાન તેમજ જુલાઈ 2020માં કેટલાક નક્કી કરેલા દેશો વચ્ચે દ્વીપક્ષીય એર બબલ અંતર્ગત વિશેષ આંતરાષ્ટ્રીય ઉડાન ચાલુ કરાઈ હતી. કેન્દ્ર સરકારે અમેરિકા, સંયુક્ત આરબ અમિરાત, કેન્યા, ભૂટાન અને ફ્રાન્સ સહિત 27 દેશો સાથે એર બબલ સમજૂતી કરી છે.

એર બબલ અંતર્ગત બે દેશો વચ્ચે વિશેષ આંતરાષ્ટ્રીય ફ્લાઈટ ઉડાન ભરી શકે છે. ડીજીસીએએ જણાવ્યા મુજબ પ્રવાસી એરલાઈન પર પ્રતિબંધ 30 જૂન સુધી અમલી રહેશે જો કે તેનાથી આંતરાષ્ટ્રીય માલવાહક ફ્લાઈટ્સ પર કોઈ પ્રતિકૂળ અસર નહીં પડે.

ડીજીસીએએ પ્રવાસીઓ માટે જાહેર કરેલા એક સર્ક્યુલરમાં જણાવ્યું છે કે, પ્રવાસીઓએ એરપોર્ટમાં પ્રવેશ તેમજ બહાર નિકળતા સુધી મોઢા પર માસ્ક અવશ્ય પહેરવું પડશે. પ્રવાસ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સ જાળવવું પડશે તેમજ કોરોનાની અન્ય ગાઈડલાઈનનું પાલન કરવું પડશે. નિયમોનું ઉલ્લંઘન કરનારા લોકોને વિમાનમાંથી નીચે ઉતારી દેવામાં આવશે. વારંવાર નિયમોનું ઉલ્લંઘન કરનાર પેસેન્જરને બ્લેક લિસ્ટ પણ કરવાનું પગલું લેવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular