Sunday, December 22, 2024
Homeરાજ્યગુજરાતપહેલી ઓકટોબરથી ગાંધીનગરના ગિફટ સીટીમાં ઇન્ટરનેશનલ બુલિયન એકસચેન્જ

પહેલી ઓકટોબરથી ગાંધીનગરના ગિફટ સીટીમાં ઇન્ટરનેશનલ બુલિયન એકસચેન્જ

કદાચ, પ્રધાનમંત્રી વર્ચ્યૂઅલ ઉદ્ધાટન કરશે: ગુજરાતમાં ઉગશે સોનાનો સુરજ

- Advertisement -

ગાંધીનગર ખાતેના ગિફ્ટ સિટીમાં એક ઓક્ટોબરથી ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ શરૂ કરવામાં આવશે. તેના ઉદ્ઘાટન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ મોકલવામાં આવ્યુ છે પરંતુ વડાપ્રધાન વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરે તેવી શક્યતા છે. એક્સચેંજમાં સોનાની આયાત, એક્સચેન્જ રેટ વગેરેનું ટ્રેડિંગ થશે.

- Advertisement -

ગુજરાત ઈન્ટરનેશનલ ફાયનાન્સ ટેકમાં ઈન્ટરનેશનલ ફાયનાન્સિયલ સર્વિસીઝ સેન્ટર ઓથોરિટીના સ્થાપના દિન નિમિત્તે ઈન્ટરનેશનલ બુલિયન શરૂ થવા જઇ રહ્યું છે. ભારતમાં પ્રથમ વખત આવું એક્સચેન્જ અસ્તિત્વમાં આવશે. જે વૈશ્વિક બુલિયન વેપારનો મોટો હિસ્સો બનશે.

ઇન્ડિયન બુલીયન જ્વેલર્સ એસોસિયેશનના પ્રમુખ હરેશ આચાર્યએ જણાવ્યું હતુ કે બુલિયનના વેપારને એક્સચેંજને આગળ ધપાવવાની સરકારની રૂપરેખા છે. ગુજરાતમાં સોનાનો સૂરજ ઉગશે તેમાં બે મત નથી. આ મુદ્દે ગિફ્ટ સિટીના એમડીનો સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ તેઓ મળી શક્યા ન હતા.

- Advertisement -

દેશમાં સૌથી વધુ સોનાની આયાત-વપરાશ થઇ રહ્યો છે. દર વર્ષે 800થી 900 ટન સોનાનો વપરાશ થાય છે. અત્યારે સોનાની જે આયાત કરવામાં આવી રહી છે. તે અલગ અલગ પદ્ધતિથી કરાઈ રહી છે. આથી આવનાર સમયમાં એવું પણ બની શકે છે કે, આ એક્સચેન્જ સોનાનો ભાવ નક્કી કરશે, જે આંતરરાષ્ટ્રીય ધારાધોરણ મુજબ રહેશે. આથી આ એક્સચેન્જનું સોનાની બાબતમાં એક મોટું પગલું કહેવાય છે. સોનાની કિંમત અને ગુણવત્તા, પારદર્શિતામાં પણ આના કારણે આવશે તેવું માનવામાં આવી રહ્યું છે. આગામી સમયમાં ગોલ્ડ સ્પોર્ટ એક્સચેન્જ મારફતે તેનું ટ્રેડિંગ થઈ શકશે. આ એક્સચેન્જ પછી 5 ગ્રામથી એક કિલોગ્રામ સુધીના સોનાનું ટ્રેડિંગ થઈ શકશે, જેને સેબી દ્વારા રેગ્યુલેટ કરવામાં આવશે.

કેન્દ્રિય નાણા પ્રધાને બજેટમાં ગિફ્ટ સિટીમાં ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ બનાવવાની જાહેરાત પણ કરી હતી. આ એક્સચેન્જ સ્થાપવા અને સંચાલન કરવા માટે કેન્દ્રએ ઈન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન હોલ્ડિંગ હોલ્ડિંગ કંપનીનું ગઠન કરાયું હતું, જેમાં આ ગઠન માટે નેશનલ સ્ટોક એક્સચેન્જ, મલ્ટિ કોમોડિટી એક્સચેન્જ, ઈન્ડિયા આઈએનએક્સ, આઈએફએસસી, નેશનલ સિક્યુરિટી ડિપોઝિટ લિમિટેડ અને સેન્ટ્રલ ડિપોઝિટરી લિમિટેડ અને સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીઝ વચ્ચે એમઓયુ કરાયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular