Tuesday, December 24, 2024
HomeબિઝનેસStock Market Newsરિઝર્વ બેંક દ્વારા વ્યાજદર યથાવત્ રાખતા ભારતીય શેરબજારમાં તેજી તરફી માહોલ…!!

રિઝર્વ બેંક દ્વારા વ્યાજદર યથાવત્ રાખતા ભારતીય શેરબજારમાં તેજી તરફી માહોલ…!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૮.૧૨.૨૦૨૧ ના રોજ…..

- Advertisement -

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૭૬૩૩.૬૫ સામે ૫૮૧૫૮.૫૬ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૮૧૨૨.૨૭ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૫૮૦.૩૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૦૧૬.૦૩ પોઈન્ટના ઉછાળા સાથે ૫૮૬૪૯.૬૮ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૨૨૫.૪૦ સામે ૧૭૩૪૩.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૭૩૨૭.૦૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૦૦.૪૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૮૬.૧૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૭૫૧૧.૫૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

- Advertisement -

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત આજે મજબૂતીએ થઈ હતી. કોરોના સંક્રમણ હવે ઓમિક્રોનના નવા સ્વરૂપે વિશ્વમાં ફેલાવા લાગતાં ફરી આરોગ્ય સાથે આર્થિક ચિંતા વિશ્વની વધવા લાગતાં અને આ વખતે એડવાન્ટેજના બદલે વિશ્વ મોટા આર્થિક સંકટમાં ફસાઈ પડવાની ચિંતાએ ભારતીય શેરબજારમાં પણ ઓવર હીટ બની ગયેલી તેજીમાં સપ્તાહના પ્રથમ દિવસ કડાકો બોલાઈ ગયા બાદ આજે ફરી સતત બીજા દિવસે ફંડોએ તેજીનું તોફાન મચાવ્યું હતું. ઓમિક્રોનના કારણે આર્થિક સંકટની ચિંતાએ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા બે દિવસીય મીટિંગના અંતે રેપો રેટ જાળવી રાખતા ફંડો, મહારથીઓએ આક્રમક તેજીનું તોફાન કરીને સેન્સેક્સને ફરી ૫૮૫૦૦ પોઈન્ટની સપાટી અને નિફટી ફ્યુચરને ૧૭૫૦૦ પોઈન્ટની સપાટી પાર કરાવી હતી.

- Advertisement -

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આક્રમક તેજી સાથે ઓટો, ટેક, ટેલિકોમ, આઇટી શેરો તેમજ સીડીજીએસ, મેટલ અને રિયલ્ટી શેરોમાં તેજી કરતાં બીએસઇ સેન્સેક્સ ૧૦૧૬ પોઈન્ટની છલાંગે અને નિફટી ફ્યુચર ૨૮૬ પોઈન્ટ વધીને દિવસની ઊંચાઈએ બંધ રહ્યા હતા. સેન્સેક્સ, નિફટી બેઝડ તોફાની તેજી સાથે શેરોમાં આજે સ્મોલ, મિડ કેપ શેરોમાં આકર્ષણે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન, રોકાણકારોની સંપતિ આજે એક દિવસમાં જ રૂ.૩.૯૭ લાખ કરોડ વધીને રૂ.૨૬૪.૧૫ લાખ કરોડની ઊંચાઈએ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૩૯% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૫૦% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર ઓટો, ટેક, ટેલિકોમ, આઇટી, સીડીજીએસ, રિયલ્ટી અને ફાઈનાન્સ શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૧૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૯૪૮ અને વધનારની સંખ્યા ૨૩૨૯ રહી હતી, ૧૩૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૫૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૨૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, ભારતીય રિઝર્વ બેંકની મૌદ્રિક નીતિ સમીક્ષા માટે દર ૨ મહિને યોજાતી ૩ દિવસીય બેઠક આજે સંપન્ન થઈ ગઈ હતી. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં કોરોનાના નવા ઓમિક્રોન વેરિએન્ટના પ્રકોપને ધ્યાનમાં રાખીને નીતિગત દરોને યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. એમપીસીએ નીતિગત રેપો રેટને ૪% પર રાખવા માટે સર્વસંમતિથી મતદાન કર્યું અને ઉદાર વલણ જળવાઈ રહ્યું. એમએસએફ દર અને બેંક દર ૪.૫% પર અપરિવર્તિત છે. આ સાથે જ રિવર્સ રેપો રેટ પણ ૩.૩૫% પર અપરિવર્તિત રાખવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, રિઝર્વ બેંકે સતત ૯મી વખત વ્યાજ દરોમાં કોઈ ફેરફાર નથી કર્યો. અગાઉ કેન્દ્રીય બેંકે છેલ્લે ૨૨ મે, ૨૦૨૦ના રોજ વ્યાજ દરોમાં ફેરફાર કર્યો હતો.

કેન્દ્રીય બેંકે મે ૨૦૨૦માં કોવિડ-૧૯ મહામારીથી પ્રભાવિત અર્થતંત્રનું સમર્થન કરીને પ્રમુખ નીતિગત દરોને ઐતિહાસિક સ્તરે ઘટાડી દીધા હતા. ત્યારથી આરબીઆઈ દ્વારા દરો યથાવત રાખવામાં આવ્યા છે. કોરોનાની અસરમાંથી દેશનું અર્થતંત્ર રિકવર થઈ રહ્યું છે અને ફુગાવો પણ મંદ પડી રહ્યો છે, ત્યારે રિઝર્વ બેન્ક વ્યાજ દરના નિર્ણયમાં થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી હતી. કોમોડિટીના ઊંચા ભાવ તથા પૂરવઠા ખલેલને કારણે ફુગાવાજન્ય દબાણ ચિંતાનો વિષય બની રહ્યો છે. આરબીઆઈ  નાણાં વર્ષ  ૨૦૨૩ થી વ્યાજ દર વધારવાનું ચાલુ કરશે. રેપો રેટ વધારવાની માત્રા દેશના અર્થતંત્ર પર ઓમિક્રોનની કેવી અસર પડે છે, તેના પર આધારિત હશે.

તા.૦૯.૧૨.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

NIFTY FO

તા.૦૮.૧૨.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૭૫૧૧ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૭૪૩૪ પોઈન્ટના પ્રથમ અને ૧૭૩૭૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૭૫૪૭ પોઈન્ટ થી ૧૭૫૮૮ પોઈન્ટ ૧૭૬૦૬ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૭૬૦૬ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

BANK NIFTY FO

તા.૦૮.૧૨.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૭૩૯૫ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૭૦૦૭ પોઈન્ટના પ્રથમ અને ૩૬૮૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૭૪૭૪ પોઈન્ટ થી ૩૭૫૭૦ પોઈન્ટ, ૩૭૬૭૬ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૭૬૭૬ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • લાર્સન & ટુબ્રો ( ૧૮૩૦ ) :- કન્સ્ટ્રકશન & ઇજનેરી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૮૧૮ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૮૦૮ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૮૪૪ થી રૂ.૧૮૫૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૮૫૭ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • ટાટા સ્ટીલ ( ૧૧૭૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૧૬૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૧૪૭ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૧૯૦ થી રૂ.૧૨૦૨ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • ટાટા કેમિકલ ( ૯૨૯ ) :- રૂ.૮૯૮ નો પ્રથમ તેમજ રૂ.૮૮૦ ના બીજા સપોર્ટથી કોમોડિટી કેમિકલ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૯૪૪ થી રૂ.૯૫૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • ભારત ફોર્જ ( ૭૨૩ ) :- ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૭૩૭ થી રૂ.૭૪૪ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૭૦૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • વિપ્રો લિમિટેડ ( ૬૪૫ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૬૨૬ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ટેકનોલોજી સેક્ટરના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૬૫૭ થી રૂ.૬૬૫ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • વોલ્ટાસ લિમિટેડ ( ૧૨૫૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૨૮૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૨૩૩ થી રૂ.૧૨૧૮ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૩૦૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • એસબીઆઈ લાઈફ ( ૧૧૭૪ ) :- રૂ.૧૧૯૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૨૦૮ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૧૫૭ થી રૂ.૧૧૪૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૪૭૪ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • મેક્સ ફાઈનાન્સિયલ સર્વિસ ( ૯૮૨ ) :- લાઈફ ઈન્સ્યોરન્સ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૦૦૭ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૯૬૬ થી રૂ.૯૪૭ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • બર્જર પેઈન્ટ ( ૭૫૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફર્નિચર, ફર્નિશિંગ, પેઇન્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૭૭૦ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૭૩૩ થી રૂ.૭૨૩ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૭૮૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • જેએસડબ્લ્યુ સ્ટીલ ( ૬૭૩ ) :- રૂ.૬૮૬ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૬૯૪ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૬૬૦ થી રૂ.૬૪૬ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૭૦૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular