દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખાના દરિયામાં બુધવારે નેવલ કોસ્ટ બેટરી – ઇન્ડિયન નેવીના સંયુકત ઉપક્રમે સઘન ફાયરીંગ પ્રેક્ટિસ થવાની હોય જેથી ઓખા મત્સ્યોદ્યોગના અધિક્ષક દ્વારા માછીમારોને દરિયા થી દૂર રહેવાની સૂચના આપવામાં આવી હતી.
આ અંગેની વિગત મુજબ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા સ્થિત દરિયામાં આવતીકાલે બુધવારે સવારે 11 થી 1 સુધીના સમય દરમિયાન નેવલ કોસ્ટ બેટરી – ઇન્ડિયન નેવીના સંયુકત ઉપક્રમે ઓખાના સમુદ્રતટથી 12 નોટીકલ માઈલ (22028.75’N,069004.05’ E) દૂર 42,000 ફૂટની ઉંચાઈ સુધીના વિસ્તારમાં ગોલાબારી અને ફાયરીંગ સઘન પ્રેક્ટિસ કરવામાં આવનાર હોય જેથી આ વિસ્તારને ભયજનક-ખતરનાક જાહેર કરવામાં આવ્યો છે અને દરિયામાં માછીમારી કરતાં માછીમારોને નુકસાન ન થાય તે સંદર્ભે ઓખાના મત્સ્યોદ્યોગ અધિક્ષક દ્વારા તમામ પગડીયા માછીમારો તથા સઢ વાળી હોડી વાળા માછીમાર ભાઈઓ એ પોતાની હોડી અને પોતાના જાન માલનું નુકશાન ના થાય એ હેતુ થી તમામ માછીમારોએ ઓખાના દરિયામાં આવેલા ફાયરીંગ વિસ્તાર નજીક નહીં જવાની સૂચના આપવામાં આવી હતી.
આવતીકાલે ઓખાના દરિયામાં સઘન ફાયરીંગ કરાશે
નેવલ કોસ્ટ બેટરી અને ઈન્ડિયન નેવીના સંયુકત ઉપક્રમે ફાયરીંગ : માછીમારોને ફાયરીંગ સ્થળ નજીક ન જવા તાકીદ