જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના ખારચિયા ગામના વતની અને હાલમાં જામનગરમાં રહેતા રાજેન્દ્રસિંહ જાડેજા ખારચિયા ગામે થી જામનગર જવા માટે નીકળ્યા હતા. કેશિયા ગામના પાટિયા પાસે બાઇક સ્લિપ થતા નાની મોટી ઇજાઓ થઈ હતી. આ ઘટનાની જાણ થતાં 108 ની મદદથી નજીકની જોડિયા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ સમયે 108 ના કર્મચારીઓ દ્વારા જાડેજા પાસેથી બેન્કની પાસ બુક અને ચેક બુક અને એક મોબાઈલ અને 40,000 રૂપિયા રોકડા મળી આવતા. 108 ના પાઇલોટ રાજદીપસિંહ જાડેજા અને EMT અલ્પેશભાઈ દેસાઈ એ મૂળ માલિકને રૂપિયા તથા ડોકયુમેન્ટ પરત આપ્યા હતાં. 108 ના બન્ને કર્મચારીઓની પ્રામાણિકતાના ઉમદા ઉદાહરણ માટે મૂળ માલિક દ્વારા બન્ને કર્મચારીઓ નો ખૂબ ખૂબ આભાર માન્યો હતો.