તાજેતરમાં કેન્દ્રનું સામાન્ય અંદાજપત્ર નાણામંત્રી નિર્મલા સીતારામન એ રજૂ કર્યું તેમાં તેઓએ વીમાના ક્ષેત્રમાં એફડીઆઇની લિમિટ 49% થી વધારી 74% સુધીની કર્યાની જાહેરાત પણ કરી. આ સાથે તેઓએ વિદેશી માલિકીપણું અને સેફગાર્ડ સાથેના કંટ્રોલ વિષે પણ ઉલ્લેખો કર્યાં. ત્યારે એ પણ જાણી લ્યો કે, આ અંગેનો ઇતિહાસ ચેતવણીરૂપ અને બોધપાઠ આપનારો રહ્યો છે.
ભૂતકાળમાં ભાજપા તથા કોંગ્રેસએ આ લિમિટ વધારવાની બાબતની તરફેણ તથા વિરોધ બંન્ને કર્યા છે, જો કે આ તરફેણ-વિરોધ એ બાબત પર આધારિત હતાં કે ત્યારે તેઓ સત્તા પર હતા કે વિપક્ષમાં.
અને, એટલે જ્યારે ઇન્સ્યુરન્સ એક્ટ – 2015 ફરીથી સુધારા માટે સંસદ સમક્ષ મૂકવામાં આવ્યો ત્યારે એક્ટ અંગેની ચર્ચા આતુરતાથી સાંભળવા ગમે એવી હશે, કારણ કે તેમાં 1996નો પણ પડઘો હશે.
એ ડિસેમ્બરમાં, તમિલ મનિલા કોંગ્રેસના નેતા પી. ચિદમ્બરમ્ આઇ.કે. ગુજરાલની કેન્દ્ર સરકારમાં નાણામંત્રી હતાં. ફ્રન્ટ સરકારે ત્યારે સંસદમાં વીમા નિયંત્રક ઓથોરિટી બીલ રજૂ કર્યું હતું. સરકાર ત્યારે આ ક્ષેત્ર માટે નિયંત્રક સત્તામંડળ રચવા ઇચ્છતી હતી.
ત્યારબાદ આ બિલને સ્ટેન્ડીંગ કમિટી સમક્ષ મોકલાયેલું. 1997માં બજેટ સ્પીચમાં ચિદમ્બરમએ જણાવેલું. જનરલ ઇન્સ્યુરન્સ કંપનીઓ જોઇન્ટ વેન્ચર કરી શકે અને પસંદગીના ભારતીય ખેલાડીઓ આરોગ્ય (જીવન) વીમાના ક્ષેત્રમાં પ્રવેશ મેળવી શકે તે માટે હું દરખાસ્ત કરું છું.
ડાબેરીઓએ બિલનો તીવ્ર વિરોધ નોંધાવેલો. લોકસભામાં ઓગષ્ટ 1997માં, સ્વ. બાજપાઇએ જણાવેલું: વીમાના ક્ષેત્રમાં ભાગીદારી વધારવા ખાનગી ખેલાડીઓને આમંત્રણ મળવું જોઇએ એવી ભાજપાની લાગણી છે કારણ કે, તેથી આપણે આ ક્ષેત્રમાં સ્પર્ધાત્મકતા વધારી શકીશું.
બાજપાઇએ વિદેશી મૂડીરોકાણ અંગે ત્યારે આ બિલ સંદર્ભે જણાવેલું કે, નાણામંત્રી એ મતના છે કે, આ ક્ષેત્રમાં વિદેશી કંપનીઓની એન્ટ્રી અનિયંત્રિત ન રહે તે બિલમાં જોવામાં આવ્યું છે. પરંતુ અમને ત્યારે એમ લાગ્યું હતું કે, આ મુદ્દો શંકાઓ ધરાવતો છે.
ત્યારે નાણામંત્રીએ કહેલું: વિદેશી કંપનીઓ વીમાના ક્ષેત્રમાં પ્રવેશી જશે એ ધારણાં અસ્થાને છે, એવી કોઇ દરખાસ્ત જ બિલમાં નથી.
તે સમયે ભાજપાના (પૂર્વ-સદગત) નેતા જસવંતસિંઘે જોરદાર વાત રજૂ કરેલી.
જસવંતસિંઘે કહેલું: અમે (ભાજપા) ઇચ્છીયે છીએ કે વીમાના ક્ષેત્રને ખોલવામાં આવે. આ ક્ષેત્ર માત્ર ભારતીય કંપનીઓ માટે જ ખોલવામાં આવે તે મુદ્દે અમે સ્પષ્ટ છીએ. જો આ ક્ષેત્રમાં વિદેશી કંપનીઓને આવકારવામાં આવે તો તે બે રીતે ખોટું છે. 1, ભારતીયોનું નાણું વિદેશી કંપનીઓની પાસે જાય. 2, ભારતીય વીમા કંપનીઓ સ્વબળે આ ક્ષેત્રમાં મજબૂત રીતે ઉભી થવા જઇ રહી છે, તેને તમે (સરકાર) રોકો છો.
અંતે, ગુજરાલ સરકારે (ચિદમ્બરમે) બિલ પાછું ખેંચ્યુ. ડાબેરીઓ આ ક્ષેત્રને ખોલવાનો વિરોધ કરતાં હતાં. કોંગ્રેસ આ ક્ષેત્રને અંકુશિત પધ્ધતિએ ખોલવાના પક્ષમાં હતી.
ભાજપા આ ક્ષેત્રને માત્ર ભારતીય કંપનીઓ માટે ખોલવાના પક્ષમાં હતી. આ ત્રણ વિકલ્પના કારણે ચિદમ્બરમે બિલ પાછું ખેંચતી વખતે, 6 ઓગષ્ટ, 1997એ લોકસભામાં કહેલું. મારે આપ સૌને ક્ધવીન્સ કરવા માટે હાલ આ બિલ પાછું ખેંચવું જોઇએ.
બાદમાં 1998માં યશવંતસિંહા (બીજેપી) નાણામંત્રી બન્યા. ત્યારે બાજપાઇ સરકારે સંસદમાં બિલ મૂક્યું. અને, નક્કી કર્યું કે, આ (વીમાના) ક્ષેત્રમાં 26 ટકા એફડીઆઇ લાવી શકાશે. પરંતુ તે શક્ય ન બન્યું કેમ કે, એપ્રિલ 1999માં સરકાર વિખેરાઇ ગઇ, પડી ગઇ.
નવેમ્બર 1999માં સિંહાએ ફરી વખત બિલ સંસદમાં મૂક્યું. ત્યારે ડાબેરીઓ, સમાજવાદી પાર્ટી તથા આરજેડી (લાલુપ્રસાદ) એ ગૃહની કાર્યવાહીનો બહિષ્કાર કર્યો હતો. તે સમયે બાજપાઇના નાણામંત્રી સિંહાએ કહ્યું: અમારું બિલ અને ગુજરાલ સરકારના બિલ વચ્ચે શું તફાવત છે? તે જણાવું. ગુજરાલ સરકારનું બિલ આ ક્ષેત્ર માટે નિયંત્રક સત્તામંડળ બનાવવા માટેનું હતું. તે એલઆઇસી, જીઆઇસી એક્ટ વિષે કશું કહેતું ન હતું. તે બિલ ભારતની ખાનગી કંપનીઓના આ ક્ષેત્રમાં પ્રવેશ અંગે પણ ન હતું. બિલમાં એ સ્પષ્ટતા ન હતી કે, ભારતીય ખાનગી કંપનીને કેવી રીતે ડિફાઇન કરવામાં આવે ?
બાદમાં સિંહાએ પોતાના પ્રવચનમાં એફડીઆઇ લાઇન વિશે કહ્યું: અમે ભારતીય કંપનીઓને ફરજ પાડીએ છીએ કે, તેઓની કંપનીમાં 26 ટકા વિદેશી રોકાણ આવવું જોઇએ. જો ભારતીય કંપની વિદેશી કોલોબોરેશન કરવા ઇચ્છતી હોય તો ભારતીય કંપનીઓ 26 ટકા એફડીઆઇ સુધી જઇ શકે એમ અમે સ્પષ્ટતા કરી.
2004 પહેલાના સમય સુધી એનડીએ (ભાજપાની આગેવાની હેઠળની) સરકાર એફડીઆઇની લિમિટને 26માંથી 49 ટકા કરવા આતુર હતી. 49 પૈકી 23 ટકા એફડીઆઇ, એનઆરઆઇ, પીઆઇઓ, ઓસીબી, એફઆઇઆઇ માંથી મેળવવામાં આવે એમ એનડીએ ઇચ્છતું હતું. પરંતુ કોંગ્રેસે તેનો વિરોધ કર્યો હતો.
2004માં એનડીએ ગયું. કોંગ્રેસની આગેવાની હેઠળની મનમોહન સરકાર આવી. તે સમયે સરકારે એફડીઆઇ લિમિટ 26 ટકાથી વધારી 49 ટકા કરવાની તૈયારીઓ થઇ ત્યારે ડાબેરીઓ તથા ભાજપાએ તેનો વિરોધ કર્યો. બાજપાઇ બોલ્યા હતાં, હમ વિરોધ કરેંગે.
2008ના ડિસેમ્બરમાં ફરી મનમોહન સરકારે આ મુદ્દો હાથમાં લઇ એફડીઆઇ લિમિટ 26 માંથી 49 ટકા કરી. બાજપાઇની આગેવાની હેઠળના ભાજપા-વિપક્ષોએ આ દડો ‘ન રમવાનો’ ગણી છોડી દીધો.
બાદમાં (2011માં) બિલ સ્ટેન્ડીંગ કમિટી સમક્ષ ગયું. કમિટીના અધ્યક્ષ ભાજપાના યશવંત સિંહા હતાં. તેમણે પોતાના રિપોર્ટમાં બિલનો વિરોધ કર્યો. 2012માં ફરી બિલ લાવવામાં આવ્યું. નાણામંત્રી ચિદમ્બરમ અરૂણ જેટલી તથા સુષ્મા સ્વરાજને મળ્યા. તેઓ બંને ત્યારે ગૃહમાં વિપક્ષના નેતાઓ હતાં. તેઓએ વિપક્ષના વિરોધની આગેવાની ન લીધી. વિપક્ષ ચૂપ રહ્યો.
2014માં મોદી સરકાર આવ્યાના 1 મહિના પછી, નાણામંત્રી જેટલીએ આ મૂવમેન્ટ આગળ વધારવા 2008ના ઇન્સ્યુરન્સ લો. બિલને આગળ વધાર્યું. કોંગ્રેસ તથા વિપક્ષે વિરોધ કર્યો. પરંતુ સરકારે બિલ સંસદની સિલેક્ટ કમિટીને મોકલી દીધું.
ત્યારબાદ આ મુદ્દો સળગતો હતો ત્યારે ડિસેમ્બર, 2014માં સરકાર આ મુદ્દે વટહુકમ લાવી. માર્ચ, 2015માં વટહુકમની જગ્યાએ ફરી બિલ આવ્યું. લોકસભામાં જોરદાર વિરોધ થયો, જેને અવગણી સરકારે બિલ પાસ કરાવી દીધું.
ત્યારે આ બિલ રાજ્યસભામાં પેન્ડીંગ હતું. તો પણ સરકારે લોકસભામાં બિલ પાસ કરાવી લીધું. બાદમાં કોંગ્રેસ તથા અન્ય પક્ષોના ટેકાથી સરકારે રાજ્યસભામાં પણ તે બિલ પાસ કરાવી લીધું. તે સમયે એસપી, બીએસપી, જેડી(યુ) તથા ડીએમકે એ ગૃહનો બહિષ્કાર કર્યો હતો પરંતુ કોંગ્રેસ, એનસીપી, બીજેડી, શિવસેના, અકાલીદળે તથા એઆઇએડીએમકેએ બિલને ટેકો આપ્યો.
કોંગ્રેસના રાજીવ ગૌડાએ 2015માં આ બિલની પ્રશંસા પણ કરી.
6 વર્ષ પછી ભાજપાએ એફડીઆઇ લિમિટ 49માંથી 74 ટકા કરવા નિર્ણય કર્યો. કોંગ્રેસે સહયોગનો સંકેત આપ્યો. પૂર્વ નાણામંત્રી ચિદમ્બરમએ કહ્યું, આમ કરવું ફરજિયાત છે.
બજેટ પછી ચિદમ્બરમે કહ્યું: 1997માં બીજેપી એ વિરોધ કરેલો. આજે બીજેપીએ વર્તળ પુરૂ કરી લિમિટ 74 ટકા કરી. વિદેશી મૂડીરોકાણની દ્રષ્ટિએ આ ‘ઓકે’ છે.
-સંજય રાવલ, સોશિયલ મીડિયા