જામનગર તાલુકાના દરેડ ગામમાં ત્રણ શખ્સોએ યુવકને આંતરીને તુ મારી બહેન સામે કેમ જોવે છે તેમ કહી ફડાકા માર્યા હતા અને ત્યારબાદ ઢીકાપાટુનો માર મારી યુવકના ઘરે જઇ પોલીસ ફરિયાદ કરીશ તો બધાને પતાવી દેશું તેવી ધમકી આપી જાતિ પ્રત્યે અપમાનિત કર્યા હતાં.
બનાવ અંગેની વિગત મુજબ જામનગર તાલુકાના દરેડ ગામમાં એફસીઆઇના ગોડાઉન પાસે રહેતા અને મજૂરી કામ કરતા તુષાર દિનેશ સાદિયા નામનો યુવક ગત તા.28ના રોજ સાંજના સમયે દરેડમાં ગામમાંથી પસાર થતો હતો તે દરમ્યાન વિશાલ દરબાર, બ્રિજરાજસિંહ ભૂપતસિંહ દલજાડેજા અને યુવરાજ નામના ત્રણ શખ્સોએ તુષારને આંતરી લીધો હતો અને વિશાલે ‘તું મારી બહેન સામે કેમ જોવે છે ?’ તેમ કહી ફડાકા માર્યા હતા અને ત્યારબાદ અપશબ્દો કહ્યાં હતાં તેમજ બ્રિજરાજ તથા યુવરાજે તુષારને ઢીકાપાટુનો માર મારી જાતિ પ્રત્યે અપમાનિત કર્યો હતો. ત્યારબાદ ત્રણેય શખ્સોએ તુષારના ઘરે જઇ પોલીસ ફરિયાદ કરીશ તો બધાને જીવતા નહી રહેવા દઇએ તેવી ધમકી આપી યુવકના માતા-પિતાને અપશબ્દો બોલી જાતિ પ્રત્યે અપમાનિત કર્યા હતાં. આ બનાવમાં તુષારે કરેલી જાણના આધારે પોલીસે ત્રણ શખ્સો વિરૂધ્ધ એટ્રોસિટીનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
દરેડમાં યુવકને માર મારી જાતિ પ્રત્યે અપમાનિત કર્યો
યુવતી સામે જોવા બાબતે ધમકાવ્યો: ફડાકો મારી અપશબ્દો કહ્યાં: ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી પોલીસ દ્વારા કાર્યવાહી