Sunday, December 22, 2024
Homeરાજ્યગુજરાતહલ્ક અને બાર્બીના બદલે, ભીમ અને એકલવ્યના રમકડાં શા માટે નહીં ?!

હલ્ક અને બાર્બીના બદલે, ભીમ અને એકલવ્યના રમકડાં શા માટે નહીં ?!

- Advertisement -

ગત્ બુધવારે અમદાવાદમાં અમદાવાદ ડિઝાઇન વીકની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં ઇન્ડિયન નેશનલ સાયન્સ એકેડમીના પ્રેસિડેન્ટ ડો. રઘુનાથ ઉપસ્થિત રહ્યા હતાં. તેઓએ પોતાના પ્રવચનમાં જણાવ્યું કે, ભારતમાં હલ્ક અને બાર્બી જેવાં રમકડાંઓની જગ્યાએ ભારતીય સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરતાં ઇન્ડિયન આઇકોન ભીમ અને એકલવ્યના રમકડાંઓ શા માટે નહિં?

- Advertisement -

તેઓ આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ એમ પણ જણાવ્યું કે, ભારતે દુનિયાને પ્રાચિન સાહિત્ય આપ્યું છે. આ ઉપરાંત બુદ્ધ, રામ, કૃષ્ણ જેવાં આઇકોન અને ગાંધી તથા સરદાર જેવાં દંત કથારૂપ મહાનુભાવો આપ્યા છે.

આ કાર્યક્રમમાં રાજયના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણના પ્રિન્સિપાલ સેક્રેટરી અંજુ શર્મા અને ગુજરાત યુનિ.ના વાઇસ ચાન્સેલર ડો. હિમાંશુ પંડયા સહિતના મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular