જામનગરમાં આગામી ચોમાસાને અનુલક્ષી રંગમતિ નદીની સાઈ, તળાવ સફાઈ અને પ્રીમોન્સુન કામગીરીને લઈને શહેરના જુદાજુદા વિસ્તારોમાં નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. શહેરી વિસ્તારમાં ભારે વરસાદના કારણે પાણી ન ભરાઈ રહે તે માટેના પ્લાનીંગ અનુસંધાને આજરોજ જામનગર મહાનગરપાલિકાના કમિશ્નર વિજય ખરાડી દ્વારા જુદા જુદા સ્થળોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ત્યારે જામનગર મહાનગરપાલિકાના કમિશ્નર વિજય ખરાડી દ્વારા સબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.
આગામીચોમાસા દરિમયાન વાવાઝોડામાં વૃક્ષોની ડાળીઓ તૂટીને મુખ્ય માર્ગો પર પડતા કોઈ રાહદારીઓ અને વાહનચાલકોને નુકસાન પહોંચે એની તકેદારીના ભાગરૂપે સબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. તેમજ જે વિસ્તારોમાં ચોમાસા દરમિયાન વરસાદી પાણીના ભરાવો થતો હોય તેવા વિસ્તારમાં અગાઉથી પાણીના નિકાલ કરવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી.