જામનગર શહેરમાં ચાલતાં વિવિધ વિકાસના કામો સમર્પણ સર્કલથી બેડી બંદર રોડ, દિગ્જામ સર્કલથી એરફોર્સ રોડ પર એલસી નં. 199 પરના રેલવે ઓવરબ્રિજ તેમજ નાગમતિ રિવર બ્રીજથી અન્નપૂર્ણા ચોકડી તથા હાપા માર્કેટિંગ યાર્ડ થઇ રાજકોટ સુધીના ફોરલેન આસ્ફાલ્ટ રોડની તા. 20ના સાઇટ વિઝીટ જામનગર મહાનગરપાલિકાના નવનિયુક્ત કમિશનર વિજય ખરાડી દ્વારા સીટી એન્જિનિયર, કાર્યપાલક ઇજનેર તથા લગત પ્રોજેકટ સ્ટાફ સાથે કરી હતી ક્વોલિટી બાબતની ચકાસણી કરવામાં આવી હતી તેમજ જરુરી માર્ગદર્શન અને સૂચના આપવામાં આવી હતી.