Thursday, September 19, 2024
Homeરાજ્યજામનગરએસપીજીના આઇજી દ્વારા જામનગર સર્કિટ હાઉસ ખાતે નિરીક્ષણ

એસપીજીના આઇજી દ્વારા જામનગર સર્કિટ હાઉસ ખાતે નિરીક્ષણ

વડાપ્રધાનના રાત્રિ રોકાણને લઇ તૈયારીની તેમજ સુરક્ષાની સમીક્ષા : રાજકોટ રેન્જ આઇજી, જિલ્લા પોલીસવડા સહિતના અધિકારીઓ ઉપસ્થિત

- Advertisement -

જામનગરમાં વડાપ્રધાન તા. 24ના રોજ રાત્રિ રોકાણ કરનાર છે. જેને પીએમઓ ઓફિસના એસપીજીના આર.આર. ભગતનું જામનગરમાં આગમન થઇ ચૂકયું છે અને સર્કિટ હાઉસ ખાતે સમગ્ર પરિસર તથા રૂમનું બારિકાઇથી નિરિક્ષણ પણ કરવામાં આવ્યું હતું.

- Advertisement -

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગરના મહેમાન બની રહયા છે અને આગામી તા. 24 ફેબ્રુઆરીના રોજ જામનગરના સર્કિટ હાઉસમાં વડાપ્રધાન રાત્રિ રોકાણ કરનાર છે. જેને લઇ સર્કિટ હાઉસ તથા તેના આસપાસના વિસ્તારમાં સજજડ સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે. રાજકોટ, રેન્જ આઇજી તથા જિલ્લા પોલીસ વડા સહિતનો કાફલો સતત નિરીક્ષણ કરી વ્યવસ્થાની તૈયારીમાં લાગી ચૂકયો છે. ત્યારે પીએમઓ ઓફિસના એસપીજીના આઇજી આર.આર. ભગત પણ ગુરૂવારે જામનગર આવી પહોંચ્યા હતા અને તેમણે સર્કિટ હાઉસ પરિસરમાં સમગ્ર વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યુ હતું. તેમજ વડાપ્રધાન માટેના રૂમનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

એસપીજીના આઇજીના નિરીક્ષણ વખતે રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ, જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી.એન. મોદી ચીફ ફાયર ઓફિસર કે.કે. બિશ્ર્નોઇ તેમજ ફાયર શાખાના અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular