Saturday, December 21, 2024
Homeરાજ્યજામનગરજામનગર પોલીસ દ્વારા નાગરિકોની સેવા માટે નવતર અભિગમ

જામનગર પોલીસ દ્વારા નાગરિકોની સેવા માટે નવતર અભિગમ

- Advertisement -

જામનગર શહેર અને જિલ્લામાં રહેતાં નાગરિકોના પોલીસ વિભાગને લગતા પ્રશ્ર્નોના નિરાકરણ માટે પોલીસ અધિક્ષકે નવતર અભિગમ શરૂ કર્યો છે. જેમાં ડીવાયએસપી પ્રજાના પ્રશ્ર્નોને રૂબરૂ મળી નિકાલ કરશે.

- Advertisement -

પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની જામનગર ખાતે બદલી થયા બાદ તેમની કામગીરી પ્રજાલક્ષી રહી છે. ઉપરાંત પ્રજાના પ્રશ્ર્નો માટે ગમે તે સમયે પ્રશ્ર્નોના નિરાકરણ માટે તત્પર રહે છે. દરમિયાન જામનગર જિલ્લાના લોકો તેમના પ્રશ્ર્નો માટે પોલીસનો સંપર્ક અથવા તો રૂબરૂ કચેરીએ આવતા હોય છે ત્યારે ઘણી વખત અધિકારીઓ અન્ય સ્થળોએ ફરજમાં રોકાયેલા હોવાથી કે અન્ય તપાસમાં બહાર ગયા હોવાથી મળી શકતા ન હોવાને કારણે લોકોને પડતી અગવડતા ધ્યાને આવતા પ્રેમસુખ ડેલુએ લોકોની સુવિધા માટે પોલીસ વિભાગ વધુ લોકાભિમુખ બને તેવા સકારાત્મક હેતુથી અરજદારોને રૂબરૂ સાંભળવા માટે સપ્તાહના પાંચ દિવસ સુનિશ્ર્ચિત કરવામાં આવ્યાં છે.

આ દિવસો દરમિયાન પોલીસ અધિકારીઓની લોકો તેમની સમસ્યા અને પ્રશ્ર્નોની રજૂઆત કરી શકે અને પ્રજાના પ્રશ્ર્નોનું તાત્કાલિક નિરાકરણ થઈ શકે તે હેતુથી જામનગર શહેરના નાયબ પોલીસ અધિક્ષક મંગળવારે તથા શુક્રવારે, જામનગર ગ્રામ્ય નાયબ પોલીસ અધિક્ષક સોમવારે તથા ગુરૂવારે, નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક સોમવાર તથા શનિવાર અને એસસીએસટીસેલના પોલીસ અધિક્ષક સોમવાર તથા શનિવાર જિલ્લા પોલીસભવન ખાતે રૂબરૂ મળી શકે તે રીતે તબકકાવાર આયોજન કરવામાં આવ્યું છે.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular