લાલપુર તાલુકાના જશાપર ગામથી ખંભાળિયા તરફ જવાના માર્ગ પર નદીના પુલ પાસે આવેલા ઇલેકટ્રીક પોલને અડી જતા આઠ વર્ષના માસુમ બાળકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, લાલપુર તાલુકાના જશાપર ગામમાં રહેતાં અને ખેતમજૂરી કરતા નંદલાલભાઈ ગોવિંદભાઇ નકુમ નામના યુવાનનો પુત્ર નિરજ નકુમ (ઉ.વ.8) નામનો બાળક ગત તા.25 ના રોજ સાંજના સમયે ગામની સીમમાં ખંભાળિયા તરફ જતા રોડ પર નદીના પુલ પાસે આવેલા ઇલેકટ્રીક થાંભલા નજીક રમતો હતો તે દરમિયાન રમતા રમતા ઇલેકટ્રીક પોલને અડી જતાં વીજશોક લાગવાથી બેશુદ્ધ થઈ જતાં સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બાળકનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના પિતા નંદલાલભાઈ દ્વારા જાણ કરાતા હેકો એમ. કે.ગઢવી તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.