Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગરના ગોકુલનગરમાં વીજશોકથી માસુમ બાળકનું મોત

જામનગરના ગોકુલનગરમાં વીજશોકથી માસુમ બાળકનું મોત

- Advertisement -

જામનગર શહેરના ગોકુલનગર પાણાખાણ વિસ્તારમાં રહેતાં પરપ્રાંતિય પરિવારનો 10 વર્ષનો પુત્ર રમતા રમતા ઈલેકટ્રીક થાંભલામાં અડી જતાં વીજશોક લાગતા મોત નિપજ્યું હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ, બિહારનાા ભાગલપુર જિલ્લાના સંભોર ગામના વતની અને હાલ જામનગરના ગોકુલનગર પાણાખાણ શિવનગર શેરી નં.8 માં રહેતાં અને મજૂરી કામ કરતા રામજીભાઈ હલદરભાઈ રાય (ઉ.વ.40) નામના યુવાનનો પુત્ર મનિષ રામજીભાઇ રાય (ઉ.વ.10) નામનો બાળક ગત તા.3 માર્ચના રોજ સાંજના સમયે તેના મકાનમાં રમતો હતો તે દરમિયાન ઈલેકટ્રીક થાંભલાના વાયરને અડી જતાં બાળકને વીજશોક લાગતા ગંભીર સ્થિતિમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન શનિવારે બાળકનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પિતા દ્વારા જાણ કરાતા હેકો એન.બી. સદાદીયા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular