Saturday, December 21, 2024
Homeરાજ્યજામનગર તાલુકાના અલિયાબાડાના ઇજાગ્રસ્ત યુવાનનું મોત

જામનગર તાલુકાના અલિયાબાડાના ઇજાગ્રસ્ત યુવાનનું મોત

એક માસ પૂર્વે બાણુગર નજીક બાઈક ટ્રકના ઠાઠામાં ઘુસી ગયું : અમદાવાદ સારવાર બાદ રજા અપાઈ : ઘરે તબિયત લથડતા સારવાર કારગત ન નિવડી : જામનગરના પ્રૌઢનું બીમારી સબબ મૃત્યુ

- Advertisement -

જામનગર તાલુકાના અલિયાબાડા ગામમાં રહેતો અને ખેતીકામ કરતો યુવાન તેના બાઈક પર બાણુગર ગામના પાટીયા પાસેથી પસાર થતો હતો ત્યારે બંધ ટ્રકના ઠાઠામાં ઘુસી જતાં અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચતા અમદાવાદની હોસ્પિટલમાં સારવાર બાદ તબિયત લથડતા મોત નિપજ્યું હતું. જામનગર શહેરના ગુલાબનગર પાસેના નારાયણનગરમાં રહેતાં પ્રૌઢની તબિયત ખરાબ થતા જી. જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.

- Advertisement -

આ બનાવ અંગેની વિગત મુજબ, પ્રથમ બનાવ જામનગર તાલુકાના અલિયાબાડા ગામમાં રહેતો અને ખેતીકામ કરતો રાજેશ ભીખુભાઈ મકવાણા (ઉ.વ.28) નામનો યુવાન એક માસ પહેલાં બપોરના 12 વાગ્યાના અરસામાં તેના બાઈક પર બાણુગર ગામના પાટીયા પાસેથી પસાર થતો હતો ત્યારે પાર્ક કરેલા બંધ ટ્રકના ઠાઠામાં ઘુસી જતાં અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત યુવાનને અમદાવાદની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાંથી તેમને રજા આપવામાં આવી હતી. ત્યારબાદ ગુરૂવારે વહેલીસવારના સમયે યુવાનને ઉલ્ટીઓ થતી હોય જેથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગેની મૃતકના પિતા ભીખુભાઈ મકવાણા દ્વારા જાણ કરાતા પોલીસે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો બનાવ, જામનગર શહેરના ગુલાબનગર સામે આવેલા નારાયણનગર બ્લોક નં.175 માં રહેતા નવીનભાઈ ગણેશભાઈ કણઝારિયા (ઉ.વ.55) નામના પ્રૌઢની ગુરૂવારે મધ્યરાત્રિના સમયે તબિયત લથડતા સારવાર માટે અહીંની ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેનું ફરજ પરના તબીબોએ મોત નિપજ્યાનું જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પુત્ર વિશાલ દ્વારા જાણ કરાતા હેકો આર.ડી. ગાંભવા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular