Saturday, December 21, 2024
Homeરાજ્યગુજરાતખંભાળિયામાં મકાનનું ડિમોલિશન કરવા સામે નગરપાલિકાને મનાઈ હુકમ

ખંભાળિયામાં મકાનનું ડિમોલિશન કરવા સામે નગરપાલિકાને મનાઈ હુકમ

- Advertisement -

ખબર-ખંભાળિયા
ખંભાળિયામાં રેલ્વે સ્ટેશન વિસ્તારમાં નગરપાલિકા તંત્ર દ્વારા કરવામાં આવી રહેલા ડિમોલિશન સંદર્ભે સ્થાનિક રહીશ દ્વારા કોર્ટમાં અરજી કરતા કોર્ટ દ્વારા નગરપાલિકાને તેમની કામગીરી સામે મનાઈ હુકમ પાઠવ્યો છે.

- Advertisement -

આ સમગ્ર કેસની વિગત મુજબ, ખંભાળિયામાં રેલવે સ્ટેશન નજીક આવેલી એક હોસ્પિટલ પાસે ફાતમાબેન આદમ સંઘાર તથા હસીનાબેન આદમભાઈ સંઘારના વોર્ડ નંબર 5 માં આવેલા 125 ચોરસ મીટરના રહેણાંક મકાનને કથિત રીતે અનધિકૃત ગણાવી અને આ મિલકત સંદર્ભે શુક્રવાર તા. 12 ના રોજ સાંજે ડિમોલિશન હાથ ધરવા માટેની કામગીરી નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા પોલીસ તંત્ર તેમજ પાલિકાના સ્ટાફને સાથે રાખીને કરવામાં આવશે તે સબબની નોટિસ ગત તારીખ 9 જાન્યુઆરીના રોજ ઉપરોક્ત આસામીઓને પાઠવવામાં આવી હતી.

આના અનુસંધાને વકીલ મારફત એડવર્સ પઝેશનની રૂએ ડેકલેરેશન અને કાયમી મનાઈ હુકમ ની રિલીફની માંગણી સાથે અહીંના સિનિયર એડવોકેટ કમલભાઈ એચ. ત્રિવેદી દ્વારા વિવિધ કલમની જોગવાઈઓ સાથેની રજૂઆત કરવામાં આવી હતી.

- Advertisement -

આ કેસ સંદર્ભે વચગાળાના મનાઈ હુકમની રજૂઆતોને ધ્યાને લઈ અને ખંભાળિયા નગરપાલિકાના ચીફ ઓફિસર તથા બાંધકામ વિભાગના અધિકારી વિરુદ્ધ ઉપરોક્ત મિલકત સંદર્ભે તોડપાડ વિગેરેની કોઈ પણ કાર્યવાહી કરવી નહીં તેવો મનાઈ હુકમ નામદાર કોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે. આ સમગ્ર કેસમાં વાદી તરફે વકીલ તરીકે કે.એચ. ત્રિવેદી, ડી.ડી. લુણા, વી.બી. જામ, આર.એન. જાડેજા તથા આસિસ્ટન્ટ કરણભાઈ સવજાણી રોકાયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular