ISRO-NASA નું સંયુકત મિશન ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર જનાર અવકાશયાત્રીઓની પ્રથમ તબકકાની તાલીમ પૂર્ણ થઈ ગઈ. ટૂંક સમયમાં એડવાન્સ ટ્રેનીંગ માટે મોકલવામાં આવશે. જેમાં મિશન પાયલોટ ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુકલા અને બેકઅપ ગ્રુપ કેપ્ટન પ્રશાંત બાલકૃષ્ણન નાયર સામેલ છે.
ISRO એ એક અદભૂત સમાચાર આપ્યા તેના X હેન્ડલ પર માહિતી આપી કે ગગનયાત્રી ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુકલા અને ગ્રુપ કેપ્ટન બાલકૃષ્ણ નાયરની પ્રથમ તબક્કાની તાલીમ પુર્ણ થઇ છે. અને આ લોકોને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર મોકલવા માટે ઈસરો અને નાસા સંયુકત મિશન કરી રહ્યા છે. સ્પેસ સ્ટેશન પર માત્ર એક ગગનયાત્રી મોકલવામાં આવશે. જેમાં ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુકલાની પસંદગી કરવામાં આવી છે. તે પાઈલોટની ભુમિકા ભજવશે. જ્યારે ગ્રુપ કેપ્ટન નાયરને બેકઅપ માટે મોકલવામાં આવ્યા છે. આ મિશનમાં ઈસરો ઉપરાંત NASA, SPACEX, AXIOM જેવી એજન્સીઓ પણ સામેલ છે.
ગ્રુપ કેપ્ટન શુભાંશુ SPACEXના રોકેટ અને કેપ્સ્યુલમાં AXIOM-4 મિશનનો એક ભાગ હશે. આમા ચાર મુસાફરોને સ્પેસ સ્ટેશન પર મોકલવામાં આવશે. હાલ ગગનયાત્રીની તાલીમ પૂર્ણ થઈ ગઇ છે. તેમાં SPACEX સ્પેસ ફિટ ચેક, સ્પેસ ફુડ સિલેકશન, ISS અને ડ્રેગન કેપ્સુલનો પરિચય અને ઈમરજન્સી મેડિકલ રિસ્પોન્સ ટ્રેનીંગનો સમાવેશ થાય છે. આગામી અદ્યતન તાલીમ મેરિકાના આબિટલ સેગમેન્ટ અને માઈક્રોગ્રેવિટી સંસાધન પર હશે.
ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુકલા પાસે 2000 કલાકનો ઉડાનનો અનુભવ છે. તેણે સુખોઇ 30 એમ કે આઈ, મિગ-21, મિગ-29, જગુઆર, હોક, ડોર્મિયર, એન-32 જેવા વિમાનો અને ફાઈટર જેટસ ઉડાવ્યા છે. જ્યારે ગ્રુપ કેપ્ટન પ્રશાંત બાલકૃષ્ણન નાયર ને 3000 કલાકનો અનુભવ તેમજ SU-30MKI, MIG-21, MIG-29, HAWK, Dornier, AN-32 વગેરે ઉડાવ્યા છે.