ગત એપ્રિલ માસમાં રિટેલ ફુગાવામાં ઘટાડો જોવા મળ્યો છે. તેમ છતાં રસોડા સુધી પહોંચી ચૂકેલી મોંઘવારીમાં હજી કોઇ રાહત મળી નથી. જાન્યુઆરીથી અત્યાર સુધીના આંકડાઓ અનુસાર, શાકભાજી અને ચોખા સિવાય તમામ ખાદ્ય પદાર્થો મોંઘા થયા છે. જેમાં પણ ખાદ્યતેલ અને કઠોળમાં સૌથી વધુ મોંઘવારી જોવા મળી છે. નિષ્ણાંતોના જણાવ્યુ અનુસાર, આ ભાવોમાં હાલ આગામી 3 માસ સુધી કોઇ મોટી રાહત મળવાનો આશાવાદ નથી.
જાન્યુઆરીથી સરસવના તેલનો જથ્થાબંધ ભાવ કિલોદીઠ રૂા.120 થી વધી 125 થયો હતો. જે હવે વધી 150 સુધી પહોંચ્યો છે. જથ્થાબંધમાં રૂ.200 સુધીનો ભાવ બોલાઇ રહ્યો છે. સોયાબિન રિફાઇન્ડનો જથ્થાબંધ ભાવ જાન્યુઆરીમાં રૂા.120 પ્રતિ લિટરથી વધી રૂા.145 થયો છે. રિટેલમાં ભાવ બમણાથી વધુ છે.
સનફલાવર અને સિંગતેલના ભાવો પણ વધ્યા છે. તદુપરાંત મગ સહિત તમામ પ્રકારના કઠોળના ભાવ સતત ચાર માસથી વધી રહ્યા છે. રવિમાં ઘઉની આવક થઇ છે. તેમ છતાં જાન્યુઆરીની તુલનામાં મેમાં ઘઉંના લોઠનો ભાવ વધ્યો છે. રાંધણગેસના ભાવ આસમાને પહોંચી રહ્યા છે.
કોમોડિટી એડવાઇઝરી ફર્મ કેડિયા એડવાઇઝરીના ડીરેકટર અજય કેડિયાએ જણાવ્યું હતું કે, જયારે પણ મહામારીનો દોર આવે છે ત્યારે કૃષિ પેદાશોનાભાવ વધે છે. સરસવ, સોયાબીન વગેરેની આવકની સિઝનમાં પણ ભાવ ઘટવાને બદલે વધ્યા છે. એવામાં હાલ ખાદ્યતેલોનાભાવમાં રાહત મળવાની શકયતાનહિંવત છે. કઠોળમાં પણ આ જ સ્થિતિ છે. આયાતમાં છૂટ હોવાથી વધુ રાહત મળશે નહિં.
કાગળ પર મોંઘવારી ઘટી ગઇ !
રસોડામાં ગૃહિણીઓ મચાવે છે દેકારો…