Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીયફૂગાવો ઘટયો IIP પણ ઘટયો

ફૂગાવો ઘટયો IIP પણ ઘટયો

મોંઘવારી દર ઘટીને 19 મહિનાના તળિયે સામે ઔદ્યોગિક ઉત્પાદન પણ પાંચ મહિનાના તળિયે

- Advertisement -

એપ્રિલમાં રિટેલ મોંઘવારી દર ઘટીને 4.70% પર આવી ગયો છે. માર્ચમાં ફુગાવાનો દર 5.66% હતો. આ સતત ત્રીજો મહિનો છે જ્યારે મોંઘવારી દર નીચે આવ્યો છે. એટલું જ નહીં, ઓક્ટોબર 2021 પછી છૂટક મોંઘવારીનું આ સૌથી નીચું સ્તર પણ છે. ત્યારે દેશનો રિટેલ મોંઘવારી દર 4.5% પર પહોંચી ગયો હતો. તો બીજી તરફ આઇઆઇપી એટલે કે, ઔદ્યોગિક ઉત્પાદનનો દર પણ ઘટયો છે. ઔદ્યોગિક ઉત્પાદન દર માર્ચમાં 1.1 ટકા નોંધાયો છે. જે છેલ્લા પાંચ મહિનામાં સૌથી નીચો દર છે. આમ મોંઘવારી ઘટવી રાહતના સમાચાર છે. તો બીજી તરફ ઉત્પાદન દર ઘટવો અર્થતંત્ર માટે ચિંતાજનક છે.

- Advertisement -

ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડો અને વીજળી અને ઈંધણની કિંમતમાં ઘટાડો થવાને કારણે છૂટક મોંઘવારી દરમાં ઘટાડો થયો છે. શાકભાજીના ભાવમાં પણ નરમાશ જોવા મળી રહી છે. ક્ધઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સની બાસ્કેટમાં ખાદ્ય ચીજોનો હિસ્સો લગભગ અડધો છે.

ફેબ્રુઆરીમાં ફુગાવાનો દર 6.44% હતો, જે રિઝર્વ બેંકના ટોલરેન્સ લેવલ (2-6%) કરતા વધુ હતો. તે જ સમયે, જાન્યુઆરીમાં મોંઘવારી દર 6.52% પર પહોંચી ગયો હતો. છેલ્લા 2 મહિનાથી રિટેલ ફુગાવાનો દર આરબીઆઈના ટોલરેન્સ લેવલથી અંદર રહ્યો છે અને ઉપલા સ્તરથી નોંધપાત્ર રીતે નીચે આવ્યો છે. નવેમ્બર 2021માં ફુગાવાનો દર 4.91% અને ડિસેમ્બર 2021માં 5.66% હતો. બીજી તરફ ખાદ્ય મોંઘવારી દરની વાત કરીએ તો એપ્રિલ 2023માં તે ઘટીને 3.84% પર આવી ગયો છે. માર્ચમાં તે 4.79% હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular