Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયRT-PCR ટેસ્ટની સીટી વેલ્યુ 35 નીચે હશે તો જ સંક્રમિત ગણાશે

RT-PCR ટેસ્ટની સીટી વેલ્યુ 35 નીચે હશે તો જ સંક્રમિત ગણાશે

ICMR દ્વારા ટેસ્ટ રિપોર્ટમાં માપદંડ બદલવામાં આવ્યા

- Advertisement -

કોરોના વાયરસની બેકાબુ રફતાર વચ્ચે આઇસીએમઆરે કોરોનાની આરટીપીસીઆરની તપાસના માપદંડ બદલી નાખ્યા છે. આઇસીએમઆરના વડા ડૉ. બલરામ ભાર્ગવે જણાવ્યું છે કે, વેશ્ર્વિકસ્તર પર કોવિડ-19 રિપોર્ટ પોઝિટીવ-નેગેટીવ સાયકલ થ્રેસહોલ્ડના આધાર પર હોય છે. તપાસ કીટ બનાવતી કંપનીઓના આધાર પર આ માપદંડ 35થી 40 હતું જેને બદલવામાં આવ્યું છે. આઇસીએમઆર દ્વારા કરવામાં આવેલા આ ફેરફારને લઇને જાણીતા ડૉકટરો કહે છે કે, કોરોના સેમ્પલની આરટીપીસઆર તપાસ કરતી વખતે પેરાબોલિક ગ્રાફ બને છે જેનાથી સેમ્પલમાં વાયરસ લોડની વેલ્યુ ખબર પડે છે. નવા નિયમો અનુસાર જો સીટી વેલ્યુ 35થી બરાબર છે કે તેનાથી ઓછી હોય તો એ સેમ્પલને સંક્રમિત ગણવામાં આવે છે. જે સેમ્પલની સીટી વેલ્યુ 35થી વધુ હશે તેને કોરોના નેગેટીવ માનવામાં આવશે. સંસ્થાએ સ્પષ્ટ કર્યુ છે કે, પહેલા સીટી વેલ્યુ 24 હતી જેને કારણે તેનાથી વધુ વેલ્યુવાળા સંક્રમિતો છૂટી જતા હતા અને તેનાથી સંક્રમણ વધુ ફેલાતું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular